
Harish Thakrar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આજે શ્રી નરેન્દ્ર મોદીને હાથે રામાયણ સ્ટેમ્પનું વિમોચન.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 45 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 4 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “નરેન્દ્ર મોદી દ્વારા રામાયણ આધારિત ટિકિટનું વિમોચન કરવામાં આવ્યુ.”
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 24 સપ્ટેમ્બર 2017નો એનડીટીવીનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, વારાણસીના તુલસી માનસ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામાયણ આધારિત પોસ્ટ સ્ટેમ્પનું અનાવરણ કરવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને એબીપી ન્યુઝનો તારીખ 22 સપ્ટેમ્બર 2017નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાઈ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામાયણ આધારિત સ્ટેમ્પ પોસ્ટનું અનાવરણ કરવામાં આવી રહ્યુ છે.
ભારતીય ટપાલ વિભાગની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 22 સપ્ટેમ્બર, 2017ના રોજ રામાયણ પર આધારિત કુલ 11 ટપાલ ટિકિટ જારી કરવામાં આવી હતી. તેમાંથી 10 સ્ટેમ્પ્સ ટિકિટની કિંમત 5 રૂપિયા છે અને એક સ્ટેમ્પની કિંમત 15 રૂપિયા છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રામાયણ પર આધારીત આ ટપાલ ટિકિટો ત્રણ વર્ષ જુની છે. તે તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવી નથી. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રામાયણ પર આધારિત ટપાલ ટિકિટ જારી કરી હોવાનો દાવો અસત્ય છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદી દ્વારા રામાયણની ટિકિટનું વિમોચન કરાયું….? જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
