તાજેતરમાં, સ્ટ્રેચર પર સૂતી વખતે એક યુવાનના હાથની વિવિધ હરકતો કરતો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોબાઈલ ગેમ્સ પબજીની લતના કારણે આ યુવાનની હાલત આવી થઈ ગઈ છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ડોકટરોનું કહેવું છે કે તેના માતા-પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી તે પછી તેણે તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કર્યું, અને આ કોઈ વ્યસન નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Vijay Savani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 09 એપ્રિલ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોબાઈલ ગેમ્સ પબજીની લતના કારણે આ યુવાનની હાલત આવી થઈ ગઈ છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથણ અમે જોયું કે વિડિયોમાં યુવાન ઈશારો કરી રહ્યો હતો કે તે બંદૂક લોડ કરી રહ્યો હતો અને શૂટિંગ કરી રહ્યો હતો અને પછી તે બોમ્બ ફેંકવા જેવું વર્તન કરી રહ્યો હતો. આ કોઈ જાહેર રમત નથી. મોબાઇલ ફોન પરના પ્લેયર્સ ફક્ત ફોનને પકડી રાખે છે અને રમવા માટે આઇકોન અથવા બટન દબાવે છે. વર્ચ્યુઅલ રિયાલિટી અથવા વીઆર ગેમ્સમાં, આઇકોન અથવા બટન દબાવવાની જરૂર નથી.

ત્યારબાદ વિડિયોમાં સાંભળી શકાય છે કે વાતચીત તામિલ ભાષામાં થઈ રહી હતી. તેથી, અમે તમિલનાડુમાં ખરેખર આવું બન્યું છે કે કેમ તે જાણવા માટે ગૂગલ પર કીવર્ડ સર્ચ કરવાનું નક્કી કર્યું. દરમિયાન અમને 6 એપ્રિલ, 2022ના રોજ ABP ન્યૂઝની તામિલ વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર અહેવાલ પ્રાપ્ત થયો હતો. જે અહેવાલમાં માહિતી આપવામાં આવી હતી કે, "પબજી ઓનલાઈન વ્યસન: ફોન વિનાની રમત" વાયરલ વિડિયોના સ્ક્રીનશોટ મુજબ, ઓનલાઈન ગેમ્સના વ્યસની 18 વર્ષીય વિદ્યાર્થીને તિરૂનેલવેલી જિલ્લાના નંગુનેરીની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.

અમે અન્ય કીવર્ડ સાથે સર્ચ કરી રહ્યા હતા ત્યારે અમને 6 એપ્રિલ, 2022 ના રોજ ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત થયેલ એક લેખ મળ્યો.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા

રિપોર્ટમાં જણાવવામાં આવ્યુ હતુ કે, "ડોકટરોના કહેવા મુજબ આ વિડિયોમાં જોવા મળતો વ્યક્તિ વ્યસનકારક નથી, તિરૂનેલવેલી એમસીએચના ડીન ડો એમ રબીચંદ્રનને ટાંકવામાં આવ્યું છે, “આ કોઈ રોગ નથી. જો કે આ યુવાન મોબાઈલ ફોનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવા માટે જાણીતો હતો, તે વ્યસની ન હતો. તેણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેની કબૂલાત ત્રાસ દ્વારા મેળવવામાં આવી હતી." કોઈએ અજાણતા વિડિયો શૂટ કર્યો અને મિડિયામાં તેને ખોટી રીતે રજૂ કર્યો. તે જ સમયે, અમે યુવાનની સુખાકારી સુનિશ્ચિત કરવા માટે ફરી એકવાર યુવાનના માતા-પિતાને બોલાવી રહ્યા છીએ," તેમણે ઉમેર્યું.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, ડોકટરોનું કહેવું છે કે તેના માતા-પિતાએ તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી તે પછી તેણે તેમનું ધ્યાન આકર્ષિત કરવા માટે આવું કર્યું, અને આ કોઈ વ્યસન નથી.

Avatar

Title:શું ખરેખર પબ્જીના વ્યસનના કારણે યુવાન માનસ્કિ સંતુલન ગુમાવી બેઠો...? જાણો શું છે સત્ય....

Fact Check By: Yogesh Karia

Result: False