શું ખરેખર NRCના વિરોધમાં પંજાબમાં રેલી નીકળી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Aiyub Pathan નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 ડિસેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “एनआरसीकेखिलाफआजपंजाबमेंविरोधप्रदर्शनकेदौरानकोईभीपुलिसकर्मीमौजूदनहींथा” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 143 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 10 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 36 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં પંજાબમાં NRC ના વિરોધમાં નીકળેલી રેલીનો છે.”

FACEBOOK | FB ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામ પરથી અમને KHALSA GATKA GROUP દ્વારા 25 મે 2016ના પ્રસારિત કરવામાં આવેલો વિડિયો પ્રાપ્ત થયો હતો. જે વિડિયો પોસ્ટમાં શેર કરવામાં આવેલો જ વિડિયો છે. જે તમે નીચે જોઈ શકો છો.  

ARCHIVE

શીવસેનાની લલકાર રેલી સામે શિખ કટ્ટરપંથિયો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જે સમાચારને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

HINDUSTAN TIMES | ARCHIVE

Global Punjab Tv દ્વારા આ અગેનો વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ત્યારબાદ અમે યુટ્યુબ પર આ વિડિયો સૌપ્રથમ વખત અપલોડ કરનાર ખાલસા ગતકા ગ્રુપ એકાઉન્ટના એડમિન ભુપેન્દ્ર સિંહનો સંપર્ક સાધ્યો હતો, તેઓએ અમને જણાવ્યુ હતુ કે, “આ વિડિયો લગભગ 4 વર્ષ જુનો છે. આ ઘટના નેશનલ હાઈવે-1 પરના બાસ પુલ પરની છે. જ્યારે શીખ સમુદાયના સભ્યો શિવસેના સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ શિવસેના સામે શીખ સમુહો દ્વારા બોલાવવામાં આવેલી રેલી હતી..”

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામા આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 3 વર્ષ પહેલાનો છે. શીવસેનાની લલકાર રેલી સામે શીખ કટ્ટરપથીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, તેનો વિડિયો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી 3 વર્ષ પહેલાનો છે. શીવસેનાની લલકાર રેલી સામે શીખ કટ્ટરપથીઓ દ્વારા રેલી કાઢવામાં આવી હતી, તેનો વિડિયો છે. NRC સાથે વિડિયોને કોઈ લેવા-દેવા નથી. 

Avatar

Title:શું ખરેખર NRCના વિરોધમાં પંજાબમાં રેલી નીકળી તેના દ્રશ્યો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False