FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.
બોલિવૂડ ફિલ્મ નિર્માતાઓ અને ઇસ્લામ વિશે સમજાવતા વક્તાને દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. બોલિવુડ કેવી રીતે ધીમી ગતિએ ઇસ્લામનો પ્રચાર કરી રહ્યું છે, કેવી રીતે છોકરીઓને ઇસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, મંદિરોને મસ્જિદમાં ફેરવવામાં આવે છે, સ્થળના નામ ઉર્દૂ નામોમાં ફેરવાય છે તે અંગેના તેમના મંતવ્યો સમજાવે છે. આ વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, “આ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા જોવા મળતા નથી. વિડિયોમાં નિતિન ગુપ્તા નામનો કોમેડિયન જોવા મળી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Shripad Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 ઓક્ટોબર 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાનો એક્સક્લુઝિવ ઈન્ટરવ્યુ છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે વિડિયોનું ધ્યાનપૂર્વક અવલોકન કરીને અમારી તપાસ શરૂ કરી જ્યાં અમને વિડિયોના ડાબા ખૂણામાં OpIndiaનો લોગો જોવા મળ્યો હતો.
આને ધ્યાનમાં રાખીને, અમે યુટ્યુબ પર સંબંધિત કિવર્ડ સાથે સર્ચ કરતા અમને 14 જુલાઈ 2021ના રોજ OpIndia હિન્દી દ્વારા પ્રકાશિત સમાન વિડિયો પ્રાપ્ત થયો હતો. આ વિડિયોની હેડલાઇન મુજબ જણાવવામાં આવ્યું છે કે, “વિડિયોના વક્તા નિતિન ગુપ્તા છે જે બોલી રહ્યા છે. છોકરીઓ, શહેરો અને મંદિરોનું બળજબરીથી ધર્માંતરણ.”
નિતિન ગુપ્તા વિશે શોધવા પર, અમને જાણવા મળ્યું કે તે એક કોમેડિયન છે જે The Humor Beings ના સ્થાપક છે. નીચે તમે નિતિન ગુપ્તાની છબી અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા વચ્ચેની સરખામણી જોઈ શકો છો.
આગળ, ફેક્ટ ક્રેસેન્ડોએ કોમેડિયન નિતિન ગુપ્તાનો સંપર્ક કર્યો હતો જેણે અમને પુષ્ટિ આપી કે, “આ વિડિયો તેમના એક ઇન્ટરવ્યુનો છે. આ વિડિયોનો આસામના મુખ્યમંત્રી સાથે કોઈ સંબંધ નથી.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા જોવા મળતા નથી. વિડિયોમાં નિતિન ગુપ્તા નામનો કોમેડિયન જોવા મળી રહ્યો છે.
Title:FACT CHECK: આ ઈન્ટરવ્યુમાં આસામના CM હિમંતા બિસ્વા ઈસ્લામ પર પોતાનો અભિપ્રાય નથી આપી રહ્યા.
Fact Check By: Yogesh KariaResult: False