શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું...? જાણો સત્ય...
Pragnesh Shah નામના ફેસબુક યુઝર દ્વારા 25 જૂન, 2019ના રોજ I Support Namo પબ્લિક ગ્રુપમાં એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, #Selut #तो #बनता है #बंदे पर ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 2100 લોકોએ લાઈક કરી હતી. 281 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 136 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.
Facebook Post | Archive | Photo Archive
સંશોધન
ઉપરોક્ત પોસ્ટમાં એક વ્યક્તિ કાપેલા માથાના ફોટો સાથે લોહીલુહાણ હાલતમાં જોવા મળે છે. તેની સાથે એખ પોલીસ કર્મચારી પણ નજરે પડે છે અને પોસ્ટના ફોટો ઉપર એવું લખવામાં આવ્યું છે કે, #चेन्नई में बहन के साथ #बलात्कार हुआ तो भाई ने बलात्कार करने वाले आरोपी का सर काटकर पुलिस स्टेशन ले गया... #शेर_को_सलाम_है... ?? ઉપરોક્ત પોસ્ટ થોડી શંકા ઉપજાવે એવી હોવાથી તેની સત્યતા જાણવી જરૂરી જણાતાં અમે સૌ પ્રથમ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ ફોટોને શોધવાની કોશિશ કરી હતી તો અમને નીચે મુજબના પરિણામ પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને પોસ્ટમાં દર્શાવવામાં આવેલા ફોટો અંગેની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે પોસ્ટમાં ફોટો સાથેના લખાણમાંથી અમુક કી વર્ડ લઈને આ ફોટોને લગતા બીજા ફોટો ફેસબુ પર શોધવાની કોશિશ કરી હતી, ત્યાર બાદ અમને આ પોસ્ટને લગતો બીજો એક ફોટો પ્રાપ્ત થયો હતો અને તેને પણ અમે ગુગલ રિવર્સ ઈમેજમાં શોધવાની કોશિશ કરતાં અમને નીચેની પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામોમાં અમને બંગાળી ભાષામાં banglarkhobor24.com નામના એક મીડિયા માધ્યમ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. અમે બંગાળી ભાષાના આ સમાચારને એગ્રેજીમાં ભાષાંતર કરીને વાંચ્યા તો અમને જાણવા મળ્યું કે, કર્ણાટકના ચિક્કાબાગિલુ નામના શહેરમાં એક વ્યક્તિએ પોતાના જ બાળપણના એક મિત્રનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું. જેનું કારણ એ હતું કે, તેના મિત્રને તેની મા સાથે એકતરફી પ્રેમ થઈ ગયો હતો. 3 વર્ષ પહલા બનેલી ઘટનાનો મોકો જોઈને આ યુવકે બદલો લીધો હતો. અને કાપેલા માથાને લઈને તે પોલીસ સ્ટશનમાં પહોંચ્યો હતો. આ સંપૂર્ણ માહિતી તમે નીચે જોઈ શકો છો.
ઉપરના સમાચારની માહિતી પરથી એ સ્પષ્ટ સાબિત થઈ જાય છે કે, પોસ્ટમાં દર્શાવેલા ફોટો સાથે લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી મૂકવામાં આવી છે. ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું માથું કાપવા સાથે ફોટોને કોઈ જ સંબંધ નથી અને આ ઘટના ચેન્નઈની નહીં પરંતુ કર્ણાટકમાં બની છે.
અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગુગલમાં A man who killed his friend in Karnataka સર્ચ કરતાં અમને નીચેના પરિણામો મળ્યા હતા.
ઉપરના પરિણામોમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો અંગે ઘણા બધા મીડિયા માધ્યમો દ્વારા આ સમાચારને પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને જાણવા મળ્યું કે, પોસ્ટમાં ફોટોમાં દેખાતા યુવકનું નામ પશુપતિ છે. અને તેના હાથમાં જે કપાયેલું માથું છે એ યુવકનું નામ ગિરિશ છે. 3 વર્ષ પહેલાં ગિરિશ દ્વારા પશુપતિની મા સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પશુપતિના કહેવા પ્રમાણે, ગિરિશને તેની જોઈએ એવી સજા મળી ન હતી. ત્યારથી લઈને 3 વર્ષ સુધી પશુપતિએ ગિરિશને મારવાની યોજના બનાવી હતી. ત્યાર બાદ મોકો મળતાની સાથે જ પશુપતિએ ગિરિશનું માથું ધડથી અલગ કરી નાખ્યું હતું અને પોતાની જાતને પોલીસને હવાલે કરી દીધી હતી. આ સંપૂર્ણ સમાચાર જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.
news18.com | ndtv.com | thehindu.com | msn.com |
Archive | Archive | Archive | Archive |
અમારી વધુ તપાસમાં અમને IAAN TV દ્વારા 1 ઓક્ટોબર, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલો એક વીડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો.
ઉપરના તમામ પરિણામો પરથી એ સાબિત થાય છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચેન્નઈનો નહીં પરંતુ કર્ણાટકનો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈ દ્વારા કાપવામાં આવેલા માથાનો નહીં પરંતુ કર્ણાટકમાં પોતાની મા સાથે દુષ્કર્મની કોશિશ કરનારનું માથું કાપનાર દીકરાનો છે.
છબીઓ સૌજન્ય: ગુગલ
Title:શું ખરેખર ચેન્નઈમાં બહેન સાથે દુષ્કર્મ આચરનારનું ભાઈએ કાપી નાખ્યું માથું...? જાણો સત્ય...
Fact Check By: Dhiraj VyasResult: False