ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુધ્ધ ખેલાયુ હતુ. 11 દિવસ ચાલેલા આ યુધ્ધ બાદ બંને વચ્ચે સીઝ ફાયરના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વચ્ચે સોશિયલ મિડિયામાં અનેક એર સ્ટ્રાઈકના વિડિયો વાયરલ થયા હતા. આ વચ્ચે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જણાવવામાં આવી રહ્યુ છે કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના રોકેટ લોન્ચરને ઉડાડી દીધુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ મહિલાની માસ્ક ન પહેરવા બદલ નહિં પરંતુ અજાણી વ્યક્તિ પર સૂપ નાખવા અને તેના પર થૂંકવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dharmendra Nyaychandbhai Sanghvi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 મે 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ઈઝરાયેલની ડિફેન્સ સિસ્ટમનો આ વિડિયો છે. જેને ગાઝાના રોકેટ લોન્ચરને ઉડાડી દીધુ.”

<iframe src=”https://archive.org/embed/fb-video_20210522″ width=”640″ height=”480″ frameborder=”0″ webkitallowfullscreen=”true” mozallowfullscreen=”true” allowfullscreen></iframe>

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને 14 મે 2021ના યુટ્યુબ પર મુકવામાં આવેલો વિડિયો  પ્રાપ્ત થયો હતો. જે વિડિયોના શીર્ષકમાં લખવામાં આવ્યુ હતુ કે, “Bombing the Israeli air force.” 

યુટ્યુબ ચેનલ દાવો કરે છે કે વિડિયો ARMA3 સિમ્યુલેશન દ્વારા બનાવવામાં આવ્યો છે. વિડિયોના વર્ણનમાં ઉલ્લેખ છે કે “હું ચોક્કસપણે એવી છાપ આપવા માંગતો નથી કે હું યુદ્ધનો મહિમા કરું છું, હું ફક્ત એક ઉત્સાહી ગેમર છું. વાસ્તવિક જીવનમાં શસ્ત્ર પ્રણાલીઓનો અલબત્ત ઉપયોગ થાય છે, પરંતુ આ શસ્ત્રો સિસ્ટમો વિશે તમને શિક્ષિત કરવામાં હું ખુશ છું, ઘણાને ખબર નથી હોતી કે તેઓ અસ્તિત્વ ધરાવે છે. આ વિડિઓ ARMA3-A-10 વર્થોગ vs એન્ટી-એરટેંક મિસાઇલો અને ટ્રેસર ફાયરિંગ- જીએયુ-8 એવેન્જર-સિમ્યુલેશન લિંકની સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

ત્યારબાદ વધુ કિવર્ડ સાથે શોધ કરતા, અમને 25 જાન્યુઆરી 2021ના યુટ્યુબ પર અપલોડ કરેલો વિડિયોનું લાંબું સંસ્કરણ મળ્યું. વિડિયોના શીર્ષકમાં “ARMA3- કાઉન્ટર-રોકેટ આર્ટિલરી મોર્ટાર સિસ્ટમ એક્શન” ઇઝરાઇલ અને પેલેસ્ટાઇનના હુમલા પહેલા આ વિડિયો અસ્તિત્વમાં હોવાથી, તે સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે વિડિયોને હાલમાં થયેલા યુધ્ધ સાથે કોઈ સંબંધ નથી. 


ARMA-3 શું છે? 

ARMA3 એ એક ઓપન-વર્લ્ડ, યથાર્થવાદ આધારિત, લશ્કરી વ્યૂહાત્મક શૂટિંગ વિડિયો ગેમ છે, જે પ્રાગ સ્થિત ચેક વિડિઓ ગેમ ડેવલપર, બોહેમિયા ઇન્ટરેક્ટિવ દ્વારા વિકસિત અને પ્રકાશિત કરવામાં આવી છે. 

વધુમાં અમને જાણવા મળ્યું કે ઇઝરાઇલ સંરક્ષણ દળ (આઈડીએફ) એ પુષ્ટિ આપી છે કે તેઓ હમાસ રોકેટ હુમલા સામે આયર્ન ડોમ એર ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે. મૂળ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એક્શનમાં આઇડીએફ દ્વારા નીચેની ફેસબુક પોસ્ટમાં જોઈ શકાય છે.

https://www.facebook.com/idfonline/posts/4263000113722826?__cft__[0]=AZVxiXte3H36Lko4KyXMCNe89o2RPV8rkICHb35kyGChGxyWzcEfPzoYWW7hbLgIwNh16Rsah6obTmok17MfkVvWiFHGWdhSgzkkZk7V4xriQCzrXz48OXCKBAXOLMg-3HH0lY0mSKuFkwqcuWfyYe1Q&__tn__=%2CO%2CP-R

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ મિશ્રિત સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો હાલમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિડિયો નથી. આ વિડિયો ARMA3 વિડિયો ગેમનો વિડિયો છે.

Avatar

Title:ઇઝરાઇલના એર ડિફેન્સ સિસ્ટમ ફૂટેજ તરીકે શેર કરેલા દ્રશ્યો ARMA-3 વિડિયો ગેમના દ્રશ્યો છે…

Fact Check By: Yogesh Karia 

Result: False