જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

Altered રાજકીય I Political

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હતા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરાવાલની નોરેબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mansi Soni નામના ફેસબુક યુઝર દ્વારા 27 નવેમ્બર, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, मोदी के सामने लगे केजरीवाल केजरीवाल के नारे भाई साहब यह है गुजरात के सूरत मे मोदी के रोड शो का सबसे शानदार वीडियो. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હતા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ગુગલનો સહારો લઈને સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો કેટલાક ટ્વિટર અને ફેસબુક પર પ્રાપ્ત થયો હતો.

આ વીડિયોમાં સુરતમાં વડાપ્રધાન મોદીનો રોડ-શૉ જોઈ શકાય છે. ધ્યાનથી સાંભળવા પર અમને વીડિયોમાં ‘કેજરીવાલ-કેજરીવાલ’ને બદલે ‘મોદી-મોદી’ના નારા સાંભળવા મળ્યા હતા. આ સાથે લખ્યું છે કે, પીએમ મોદીએ ગુજરાતના સુરતમાં રોડ-શૉ કર્યો.

અમારી વધુ તપાસમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27 નવેમ્બર, 2022 ના રોજ તેમની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર લાઈવ સ્ટ્રીમ કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ વીડિયોમાં આપણે સુરતનો આખો રોડ-શૉ જોઈ શકીએ છીએ. આ વીડિયોમાં 5 મિનિટ 40 સેકન્ડના પર, આપણે વાયરલ વીડિયોના જેવા જ એક સમાન દ્રશ્ય જોઈ શકીએ છીએ, જો કે એ એન્ગલ એલગ છે. આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં આપણે માત્ર ‘મોદી-મોદી’ના નારા સાંભળી શકીએ છીએ. આ સમગ્ર લાઈવ સ્ટ્રીમમાં કેજરીવાલના ક્યાંય પણ સૂત્રોચ્ચાર સાંભળવા મળ્યા નથી.

ઈન્ડિયા ટુડે દ્વારા પણ આ રોડ-શૉનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જેમાં આપણે વિવિધ સ્થળોએ ‘મોદી-મોદી’ ના નારા સાંભળી શકીએ છીએ.

નીચે તમે એડિટેડ વીડિયો અને ઓરિજીનલ વીડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો અર્ધસત્ય હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના રોડ-શૉમાં કેજરાવાલની નોરેબાજીનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ એડિટેડ છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શૉમાં કેજરીવાલના નારા લાગ્યા હોવાના વીડિયોનું શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Altered