તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી બસ દુર્ઘટનાનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખીણમાં ખાબકેલી બસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2018 ના બનેલી ઘટનાનો છે. આ ફોટોને ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Anjam Express નામના ફેસબુક પેજ દ્વારા 6 જૂન, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઉત્તરાખંડ અકસ્માતમાં 25 મુસાફરોના દર્દનાક મોત થયા ગૃહ મંત્રી,રક્ષા મંત્રીએ શોક વ્યક્ત કર્યો, CMની વળતરની જાહેરાત યમુનોત્રીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા શ્રદ્ધાળુઓ બસ ઉત્તરકાશી જિલ્લાના દમતા ખાતે ઉંડી ખીણમાં ખાબકી.. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી બસ દુર્ઘટનાનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર news18.com દ્વારા 1 જુલાઈ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. આ ફોટો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં બસ ખીણમાં ખાબકતાં લગભગ 47 લોકોનાં મોત થયા હતા.

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. firstpost.com | uttarakhandnewsnetwork.com

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ખીણમાં ખાબકેલી બસનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2018 ના બનેલી ઘટનાનો છે. આ ફોટોને ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટના સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી અને અધૂરી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False