શું આ તાજેતરના પૂરની પરિસ્થિતિ દરમિયાન દુબઈના વિઝ્યુઅલ છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

આ વીડિયો વર્ષ 2018નો સાઉદી અરેબિયાના તાબુકનો જૂનો વીડિયો છે. હાલનો દુબઈનો આ વીડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

દુબઈને હાલમાં અચાનક પૂર અને ભારે વરસાદનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે ઘણું નુકસાન થયું અને સંદેશા વ્યવહારમાં પણ નુકશાની થઈ હતી. આ અહેવાલો અનુસાર, દુબઈમાં લગભગ 15.2 સેમી વરસાદ પડ્યો છે જે દોઢ વર્ષના વાર્ષિક વરસાદની સમકક્ષ છે. આ પૃષ્ઠભૂમિમાં, પૂર દરમિયાન ફસાયેલા ઉંટોની એક નાનકડી વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. યુઝર્સ દ્વારા દાવો કરી રહ્યા છે કે, “આ દુબઈમાં તાજેતરની પૂરની સ્થિતિનું વિઝ્યુઅલ છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 19 એપ્રિલ 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ દુબઈમાં તાજેતરની પૂરની સ્થિતિનું વિઝ્યુઅલ છે.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને વર્ષ 2018માં નોર્થઇસ્ટ લાઇવ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવેલો લાંબો વીડિઓ પ્રાપ્ત થયો હતો. જેના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ તે, “સાઉદી અરેબિયામાં ફ્લેશ ફ્લડે 30 લોકોના જીવ લીધા.” 

તેમજ અમને 25 ઓક્ટોબર, 2018ના રોજ ટ્વિટર પર એક યુઝર્સ દ્વારા એક ટ્વિટ મળ્યું જેમાં તે જ વાયરલ વીડિયો હતો. કેપ્શનનું ભાષાંતર કરતાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો સાઉદી અરેબિયાના તાબુકમાં આવેલા પૂરનો છે. 

Archive

અન્ય એક અહેવાલ અનુસાર, આ વીડિયો સાઉદી અરેબિયાના તાબુકમાં ભારે વરસાદને કારણે આવેલા પૂર બાદ કેપ્ચર કરવામાં આવ્યો છે. આ પૂરમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા લોકો ગુમ થયા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વીડિયો વર્ષ 2018નો સાઉદી અરેબિયાના તાબુકનો જૂનો વીડિયો છે. હાલનો દુબઈનો આ વીડિયો હોવાની વાત તદ્દન ખોટી છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શું આ તાજેતરના પૂરની પરિસ્થિતિ દરમિયાન દુબઈના વિઝ્યુઅલ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False