તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉપરાઉપરી બનાવેલા બ્રિજનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બનાવવામાં આવેલા બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં મહારાષ્ટ્રના નાસિક ખાતે ભારે વરસાદને કારણે બ્રિજ પર સર્જાયેલી પરિસ્તિતિનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 27 ઓગષ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, નીચે નદી એની ઉપર બ્રિજ અને એ બ્રિજ ઉપર પાછી બીજી નદી 😀😀😀 ભારતની અદભુત ટેકનોલોજી. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભારે વરસાદને કારણે બનાવવામાં આવેલા બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિનો આ ફોટો છે.

download.png

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર સાથેની ટ્વિટ એક ટ્વિટર યુઝર દ્વારા 11 ઓક્ટોમ્બર, 2022 ના રોજ કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, નાસિકનું નવું આકર્ષણ: 'ફ્લાયઓવર બ્રિજ પર ધોધ'.

Archive

અમારી વધુ તપાસમાં અમને આજ ફોટો અને માહિતી સાથેની ફેસબુક પોસ્ટ પણ પ્રાપ્ત થઈ હતી.

આજ ફોટો અન્ય કેટલાક ફેસબુક યુઝર દ્વારા પણ વર્ષ 2022 માં પોસ્ટ કરવામાં આવ્યો હતો. જે તમે અહીં જોઈ શકો છો. Facebook Post 01 | Facebook Post 02

અમારી વધુ તપાસમાં અમને એક લિંક્ડઈન યુઝર દ્વારા પણ એક વર્ષ પહેલાં આજ ફોટો સાથે કરવામાં આવેલી પોસ્ટ પ્રાપ્ત થઈ હતી.

01.png

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ભારે વરસાદને કારણે બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2022 માં મહારાષ્ટ્રના નાસિક ખાતે ભારે વરસાદને કારણે બ્રિજ પર સર્જાયેલી પરિસ્તિતિનો આ ફોટો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title: જાણો ભારે વરસાદને પગલે બ્રિજ પર સર્જાયેલી પરિસ્થિતિના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Written By: Vikas Vyas

Result: Missing Context