જાણો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કપાળમાં લગાવેલી બેંડેજના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

ગેરમાર્ગે દોરનાર I Misleading રાષ્ટ્રીય I National

તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડી જવાને કારણે તેમના કપાળમાં ગંભીર ઈજા થઈ હતી. સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડી જવાથી તેમના કપાળમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યાર પછી એ જગ્યા બેંડેજ લગાવી તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો કપાળમાં લગાવેલી બેંડેજ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જાન્યુઆરી 2024 માં બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

એક ફેસબુક યુઝર દ્વારા 17 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈસ ચૂડેલ કો તો નૌટંકી કરની ઢંગ સે આતી હી નહીં.. ઘાવ કહાં લગા હૈ ઔર પટ્ટી કહાં લગાઈ હૈ... પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો તાજેતરમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ ઘરમાં પડી જવાથી તેમના કપાળમાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યાર પછી એ જગ્યા બેંડેજ લગાવી તેનો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો અમને 26 જાન્યુઆરી, 2021ના રોજ ANI દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં મળ્યો હતો. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મમતા બેનર્જી જ્યારે વર્ધમાનથી કલકત્તા નીકળી રહ્યા હતા ત્યારે તેમના કોન્વોય વચ્ચે અચાનક જ એક બીજી કાર આવી જવાથી ડ્રાઈવરે હેન્ડ બ્રેક મારતાં મમતા બેનર્જીના કપાળમાં ઈજા થઈ હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે, વાયરલ ફોટોને વર્તમાન પરિસ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. siasat.com | bangla.hindustantimes.com

અમારી વધુ તપાસમાં અમને મમતા બેનર્જી જ્યારે જાન્યુઆરી 2024 માં ઘાયલ થયા હતા ત્યારે તેમણે આ ઘટના અંગે માહિતી આપવા માટે રાજભવનની સામે જ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જે તેમણે તેમના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર લાઈવ પણ કરી હતી. જેમાં તમે તેમના કપાળ પર લાગેલી બેંડેજની પટ્ટી સ્પષ્ટ રીતે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો કપાળમાં લગાવેલી બેંડેજ સાથેનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ જાન્યુઆરી 2024 માં બનેલી ઘટનાનો છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે. 

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે FacebookInstagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના કપાળમાં લગાવેલી બેંડેજના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Misleading

Leave a Reply