તાજેતરમાં સોશિયલ મીડિયા પર લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસના થયેલા અકસ્માતના ઘણા બધા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવા જ એક વાયરલ થઈ રહેલા ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2022 માં તદ્દાખ ખાતે ભારતીય સેનાની બસને નડેલા અકસ્માતનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Darshit Korat નામના ફેસબુક યુઝર દ્વારા 20 ઓગષ્ટ, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખૂબ જ દુઃખદ સમાચાર
લદ્દાખમાં ભારતીય સેનાના 9 જવાનો શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભગવાન દરેક શહીદો ની આત્માને તેમના પવિત્ર ચરણોમાં સ્થાન આપે અને જે ઘાયલ થયા છે તે ઝડપથી સ્વસ્થ થાય એવી હુ ભગવાન ને પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ 🙏. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં લદ્દાખ ખાતે ભારતીય સેનાની બસનો જે અકસ્માત થયો તેનો આ ફોટો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે તમામ વાયરલ ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને આજ ફોટો સાથેના સમાચાર money.bhaskar.com દ્વારા 27 મે, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, લદ્દાખના તુર્તક સેક્ટરમાં સેનાની બસ શ્યોક નદીમાં ખાબકી હતી. આ બસમાં સવાર કુલ 26 જવાનોમાથી 7 જવાનો શહીદ થયા હતા જ્યારે 19 જવાનો ઘાયલ થયા હતા તેનો આ ફોટો છે.

આજ ફોટો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. navbharattimes.indiatimes.com | hindi.news18.com

પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર હિંદુસ્તાન ટાઈમ્સ દ્વારા પણ 27 મે, 2022 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ વર્ષ 2022 માં તદ્દાખ ખાતે ભારતીય સેનાની બસને નડેલા અકસ્માતનો છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર લોકોને ગેરમાર્ગે દોરવા ખોટી માહિતી સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

Avatar

Title:જાણો લદ્દાખ ખાતે સેનાની બસના થયેલા અકસ્માતના નામે વાયરલ ફોટોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: Missing Context