શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

हम हैं गुजरात નામના ફેસબુક પેજ દ્વારા 9 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, भागल मैन रोड़ पर शोरूम खुला था की औरतें पहुंच गई शॉपिंग करने । पुलिस वाले आए तो ऊपर जाकर छुप गई । पुलिस शोरूम सील कर गई मजबूरी में बालकनी से जाना पड़ा।. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં આવેલા શોરૂમમાં શોપિંગ કરતી મહિલાઓનો છે. આ પોસ્ટને 6 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. તેમજ 4 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.05-20_43_42.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતના ભાગળ વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ખરીદી કરતી મહિલાઓનો છે કે કેમ?  એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને PAKISTAN’s CURRENT AFFAIRS નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો 30 જૂન, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (FIA) દ્વારા કરાચીના બ્રોથલ ખાતે વેશ્યાલયમાં દરોડા બાદ સેક્સ વર્કર્સને ભાગતા જોઇ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને આજ વીડિયો dailymotion.com પર ARY NEWS દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. તેમાં પણ આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, FIA દ્વારા કરાચીના બ્રોથલ ખાતે વેશ્યાલયમાં દરોડા બાદ સેક્સ વર્કર્સને ભાગતા જોઇ શકાય છે.

screenshot-www.dailymotion.com-2020.06.05-21_00_04.png

Archive

ઉપરોક્ત વીડિયોમાં તમે 2.10 મિનિટ પછી કોઈ વ્યક્તિને છાપા પડા હૈ ભાઈ… FIA વાલો કા એવું બોલતા સાંભળી શકાય છે.

આ ઉપરાંત અમારી વધુ તપાસમાં અમને Taunsa Sharif تونسہ شریف નામના ફેસબુક યુઝર દ્વારા પણ 16 જૂન, 2015 ના રોજ ઉપરોક્ત માહિતી સાથે આજ વીડિયો અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.

Archive

અન્ય એક ફેસબુક યુઝર દ્વારા પણ આજ વીડિયો ખડ્ડા માર્કેટમાં FIA ના છાપાના શીર્ષક સાથે 13 જૂન, 2015 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જે તમે અહીંન જોઈ શકો છો. Facebook Post

અમારી આગળની તપાસમાં અમને siasat.pk નામની એક પાકિસ્તાની સમાચાર વેબસાઈટ દ્વારા પણ 14 જૂન, 2015 ના રોજ આજ વીડિયો કરાંચીના બ્રોથલ ખાતે FIA ની રેડ દરમિયાન સેક્સ વર્કર્સ ભાગી રહી હોવાનો એક્સક્લુઝીવ વીડિયોની માહિતી સાથેના સમાચાર પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-siasat.pk-2020.06.05-21_16_47.png

Archive

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતના ભાગળ ખાતે લોકડાઉન દરમિયાન ખરીદી કરતી મહિલાઓનો નહીં પરંતુ વર્ષ 2015 માં પાકિસ્તાનના કરાંચીના બ્રોથલ ખાતે FIA ની રેડ દરમિયાન સેક્સ વર્કર્સ ભાગી રહી એ સમયનો છે. જેને હાલના લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતના ભાગળ ખાતે લોકડાઉન દરમિયાન ખરીદી કરતી મહિલાઓનો નહીં પરંતુ વર્ષ 2015 માં પાકિસ્તાનના કરાંચીના બ્રોથલ ખાતે FIA ની રેડ દરમિયાન સેક્સ વર્કર્સ ભાગી રહી એ સમયનો છે. જેને હાલના લોકડાઉન સાથે કોઈ જ સંબંધ નથી.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો લોકડાઉન દરમિયાન સુરતના ભાગળ વિસ્તારમાં શોપિંગ કરતી મહિલાઓનો છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: False