Anand Shah નામના ફેસબુક યુઝર દ્વારા 30 મે, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, દ્વાદશ જ્યોતિર્લિંગ મા દસમુ જ્યોતિર્લિંગ શ્રી ત્ર્યંબકેશ્વરમ્ @નાશિક માં અદ્ભુત ચમત્કાર.. સવારે સાડાપાંચ વાગ્યા થી જ્યોતિર્લિંગ માંથી સ્વયંભુ જલ નિકળી રહ્યુ છે... *ૐ નમઃ શિવાય. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે. આ પોસ્ટને 103 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 54 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 92 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2020.06.04-18_35_39.png

Facebook Post | Archive

સંશોધન

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈ સર્ચ કરતાં અમને dailymotion.com નામની વેબસાઈટ પર PublicTV દ્વારા 7 ઓગષ્ટ, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા જ વીડિયોમાં દેખાતા મોટોભાગના મળતા દ્રશ્યો સાથે એક વીડિયો સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો કર્ણાટકના ચિકમાગલુર જિલ્લાના કોપ્પા ખાતે આવેલા કમંડલ ગણપતિ મંદિરનો છે. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.dailymotion.com-2020.06.04-18_53_02.png

Archive

આજ માહિતી સાથેના અન્ય વીડિયો અને સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NBI TV | ಪರಿಚಯ

અમારી વધુ તપાસમાં અમને metrosaga.com દ્વારા 31 માર્ચ, 2019 ના રોજ પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા મંદિરના દ્રશ્યો સાથેના એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ આ મંદિર કર્ણાટકના ચિકમાગલુર જિલ્લાના કોપ્પા ખાતે આવેલું કમંડલ ગણપતિ મંદિર હોવાનું જણાવવામાં આવ્યું છે. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-metrosaga.com-2020.06.04-19_02_56.png

Archive

નીચે તમે ફેસબુક પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં દેખાતા મંદિર અને ગુગલ પરથી મેળવેલા કમંડલ ગણપતિ મંદિરના ફોટો વચ્ચેની સામ્યતા જોઈ શકો છો.

PicsArt_06-04-08.16.05.jpg

આ ઉપરાંત તમે કર્ણાટકના કમંડલ ગણપતિ મંદિર અને મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર મંદિર વચ્ચેનો તફાવત પણ નીચે જોઈ શકો છો.

PicsArt_06-04-08.23.21.jpg

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરનો નહીં પરંતુ કર્ણાટકના ચિકમાગલુર જિલ્લાના કોપ્પા ખાતે આવેલાકમંડલ ગણપતિ મંદિરનો છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મહારાષ્ટ્રના નાસિક ખાતે આવેલા દ્વાદશ જ્યોતિર્લિંગમાંના એક એવા ત્ર્યંબકેશ્વર મંદિરનો નહીં પરંતુ કર્ણાટકના ચિકમાગલુર જિલ્લાના કોપ્પા ખાતે આવેલાકમંડલ ગણપતિ મંદિરનો છે.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો નાસિક ખાતે આવેલા ત્ર્યંબકેશ્વર મંદિરનો છે...? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas

Result: False