શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

Uday Vithlani ‎નામના ફેસબુક યુઝર દ્વારા 20 જૂન, 2019ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, कायदे मे रहोगे तो फायदे मे रहोगे – गृह मंत्रालय…अमरनाथ यात्रा समय किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश पहली बार दिया जा रहा है… देश बदल चुका है… ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 112 લોકોએ લાઈક કરી હતી. 9 લોકો દ્વારા પોસ્ટ પર પ્રતિભાવ આપવામાં આવ્યા હતા. તેમજ 93 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું ખૂબ જ જરૂરી હોવાથી અમે અમારી તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. 

screenshot-www.facebook.com-2019.06.25-18-39-02.png

Facebook Post | Archive 

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ જો ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા  પ્રકારના કોઈ પણ આદેશ આપવામાં આવ્યા જ હોત તો તે એક મોટા સમાચાર બન્યા હોત અને મીડિયા માધ્યમો દ્વારા તેને પ્રસારિત કરવામાં આવ્યા જ હોય. પોસ્ટમાં દર્શાવેલી માહિતી શંકા ઉપજાવે તેવી હોવાથી તેની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ પ્રથમ ઉપરોક્ત પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતીને ગુગલનો સહારો લઈ अमरनाथ यात्रा के दौरान किसी भी संदिग्ध को देखते ही गोली मारने का आदेश સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

screenshot-www.google.com-2019.06.25-19-01-26.png

Archive

ઉપરોક્ત પરિણામોમાં અમને ક્યાંય પણ પોસ્ટમાં શેર કરવામાં આવેલી માહિતી પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ કેટલાક મીડિયા માધ્યમો દ્વારા અમરનાથ યાત્રા અંગેના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.

Navbharat TimesNDTV India
ArchiveArchive

ઉપરના તમામ સમાચારોને ધ્યાનથી વાંચતા અમને ક્યાંય પણ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ અમરનાત યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધને ગોળી મારવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે યુટ્યુબનો સહારો લઈ Security For AmarnathYatra 2019 Latest News સર્ચ કરતાં અમને નીચેના પરિણામો મળ્યા હતા.

screenshot-www.youtube.com-2019.06.25-19-39-30.png

Archive

ઉપરના પરિણામોમાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગૃહ મંત્રાલયના ફેસબુક પેજની મુલાકાત લીધી હતી પરંતુ એમાં પણ અમને કોઈ જ માહિતી પ્રાપ્ત થી ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-www.facebook.com-2019.06.25-19-59-52.png

Archive

ત્યાર બાદ અમે ગૃહ મંત્રાલયના ટ્વિટર એકાઉન્ટની પણ મુલાકાત લીધી હતી પરંતુ ત્યાં પણ અમને પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-twitter.com-2019.06.25-20-34-27.png

Archive

ગૃહ મંત્રાયલયના ટ્વિટર હેન્ડલ પર પણ અમને કોઈ જ માહિતી પ્રાપ્ત ન થતાં અમે ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. આ વેબસાઈટ પર પણ અમને પોસ્ટના દાવા મુજબ કોઈ જ માહિતી મળી ન હતી. જે તમે નીચે જોઈ શકો છો.

screenshot-mha.gov.in-2019.06.25-21-16-31.png

Archive

પોસ્ટમાં કરવામાં આવેલા દાવા અંગે અમે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા જોડે વાત કરી તો તેઓએ અમને જણાવ્યું હતું કે, “ગૃહ મંત્રાલય દ્વારા હજુ સુધી આ પ્રકારનો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યો. અમરનાથ યાત્રા માટે ગૃહ મંત્રાલય દ્વારા યાત્રીઓની સુરક્ષા માટે તમામ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. કેટલાક અણસમજુ લોકો દ્વારા આ પ્રકારની માહિતી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી હોય છે.”

2019-06-25.png

અમને જાણ છે ત્યાં સુધી જો કોઈ સંદિગ્ધ આ રીતે પકડાય તો સૌપ્રથમ તેની પૂછપરછ કરી તમામ માહિતી એકઠી કરવામાં આવે છે અને તે કોઈ ગુનાહિત કે આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે કે કેમ? તે જાણ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, ગૃહ મંત્રાલય દ્વારા પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબનો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યો. 

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, આજ રોજ સુધી પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો કોઈ જ આદેશ આપવામાં નથી આવ્યો.

છબીઓ સૌજન્ય: ગુગલ

Avatar

Title:શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા અમરનાથ યાત્રા સમયે કોઈ પણ સંદિગ્ધ દેખાય તો ગોળી મારવાનો આદેશ આપવામાં આવ્યો…? જાણો સત્ય…

Fact Check By: Dhiraj Vyas 

Result: False