શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે તેને એમ કહેતા સાંભળી શકો છો કે બે અઠવાડિયા પહેલા તેણે એક સર્વે કર્યો હતો. જેમાં તેમણે જનતાને ત્રણ પ્રશ્નો પૂછ્યા હતા. પહેલો સવાલ એ હતો કે દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કયો પક્ષ કરે છે? તો 91% લોકોએ કહ્યું કે આમ આદમી પાર્ટી તોફાનો અને ગુંડાગીરી કરે છે. બીજો પ્રશ્ન એ હતો કે કઈ પાર્ટીમાં સૌથી વધુ લુખ્ખા, ગુંડા અને અભણ લોકો છે? તો આના પર 89% લોકોએ કહ્યું કે આમ આદમી પાર્ટી. ત્રીજો પ્રશ્ન એ હતો કે કઈ પાર્ટીમાં સૌથી વધુ શિક્ષિત અને પ્રમાણિક લોકો છે, તેના પર 73% લોકોએ ભારતીય જનતા પાર્ટીનું નામ લીધું. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મનીષ સિસોદિયાએ ભાજપને સારી પાર્ટી ગણાવી અને આમ આદમી પાર્ટીને ખરાબ પાર્ટી ગણાવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, આ વિડિયો ડીજીટલ એડીટ કરેલ છે. આમાં ક્યાંય મનીષ સિસોદિયા ભાજપ માટે સારી વાતો નથી કહી રહ્યા. તેમણે કહ્યું કે ભાજપ ગુંડાગીરી કરનારી પાર્ટી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chuntali Express – ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 11 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મનીષ સિસોદિયાએ ભાજપને સારી પાર્ટી ગણાવી અને આમ આદમી પાર્ટીને ખરાબ પાર્ટી ગણાવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને અમને ઓરિજનલ વિડિયો 4 મેના રોજ આમ આદમી પાર્ટીની અધિકૃત ચેનલ પર પ્રસારિત થયેલો જોવા મળ્યો. તેની સાથે આપવામાં આવેલી માહિતીમાં લખ્યું છે કે, મનીષ સિસોદિયાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના મેગા સર્વેમાં 91% લોકો માનતા હતા કે ભાજપ રમખાણો કરાવે છે. જ્યારે અમે આ વિડિયો જોયો અને મનીષ સિસોદિયાના શબ્દો સાંભળ્યા ત્યારે અમને વાયરલ વિડિયો અને આ વિડિયોમાં ઘણા તફાવત જોવા મળ્યા. તમે નીચે મૂળ વિડિઓ જોઈ શકો છો.

આ વિડિયોમાં મનીષ સિસોદિયાએ બીજેપી માટે કંઈ સારૂ કહ્યું નથી. અને આમ આદમી પાર્ટીને ગુંડાગીરી કરનારી પાર્ટી કહી ન હતી. આમાં તેઓ કહી રહ્યા છે કે દેશમાં ભારતીય જનતા પાર્ટીની ગુંડાગીરી અને બયાનબાજીને જોતા આમ આદમી પાર્ટીએ એક સર્વે શરૂ કર્યો હતો. આ સર્વે દિલ્હીના લોકો માટે હતો. વાયરલ વિડિયોમાં જણાવ્યા પ્રમાણે આમ આદમી પાર્ટીએ લોકોને ત્રણ સવાલ પૂછ્યા હતા. તેમાં પહેલો સવાલ એ હતો કે કયો પક્ષ દેશભરમાં ગુંડાગીરી અને રમખાણો કરાવે છે, તેના પર તેમણે કહ્યું કે 91% લોકોએ સ્પષ્ટપણે કહ્યું કે આ દેશમાં રમખાણો અને ગુંડાગીરી કરાવનાર ભારતીય જનતા પાર્ટી છે. બીજો પ્રશ્ન એ હતો કે કઇ પાર્ટીમાં સૌથી વધુ અભણ, ગુંડા અને અભણ લોકો છે, તો વાસ્તવમાં મનીષ સિસોદિયા કહી રહ્યા છે કે 89% લોકોએ કહ્યું છે કે ભાજપમાં સૌથી વધુ અભણ, ગુંડા લોકો છે. ત્રીજો પ્રશ્ન, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, કઈ પાર્ટીમાં સૌથી વધુ શિક્ષિત અને પ્રમાણિક લોકો છે. તો 73% લોકોએ કહ્યું કે આમ આદમી પાર્ટીમાં સૌથી વધુ શિક્ષિત અને પ્રમાણિક લોકો છે. અને 10% લોકોએ ભાજપના કાર્યકરોને શિષ્ટ, શિક્ષિત અને પ્રમાણિક ગણાવ્યા છે.

તમે નીચેની સરખામણી વિડીયોમાં બંને વિડિયો વચ્ચેનો તફાવત જોઈ શકો છો.

આના પરથી આપણે કહી શકીએ કે વાયરલ થઈ રહેલા વિડિયોને ડિજિટલી એડિટ કરવામાં આવ્યો છે. તમે ઓરિજિનલ વીડિયોમાં જોઈ શકો છો કે મનીષ સિસોદિયાએ કહ્યું છે કે બીજેપી માત્ર ગુંડાગીરી કેવી રીતે કરવી તે જાણે છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ વિડિયો ડીજીટલ એડીટ કરેલ છે. આમાં ક્યાંય મનીષ સિસોદિયા ભાજપ માટે સારી વાતો નથી કહી રહ્યા. તેમણે કહ્યું કે ભાજપ ગુંડાગીરી કરનારી પાર્ટી છે.

Avatar

Title:શું ખરેખર મનીષ સિસોદિયાએ ભાજપને શ્રેષ્ઠ અને AAPને સૌથી ખરાબ પાર્ટી કહી..?જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False