
હાલમાં એક ફોટો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એક વુદ્ધ વ્યક્તિ તેમજ ત્રણ મહિલાઓ અને ઘણા બાળકો જોવા મળે છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ફોટોમાં જોવા મળતા વૃદ્ધને 32 બાળકો અને ત્રણ પત્નીઓ નથી. તેમને 6 છોકરાઓ છે જે ફોટોમાં હાજર નથી. તસવીરમાં જોવા તમામ બાળકો તેમના પૌત્રો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
હિન્દુસ્તાની યોદ્ધા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 મે 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટમાં જોવા મળતા વૃદ્ધ વ્યક્તિને ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે તેમનો ફોટો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને ધ પ્રિન્ટ દ્વારા તેમની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં આ વૃધ્ધ વ્યક્તિ તેમજ તેમની સાથે જોવા મળતી મહિલાઓનો ઇન્ટરવ્યુ પણ સાંભળી શકાય છે. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, આ નાનકડી ઝુંપડીમાં 38 લોકો રહે છે. આ શખ્સ દ્વારા અનેકવાર સરકારી યોજનાનો લાભ લેવા માટે અરજી કરી હતી પરંતુ તે યોજના મેળવી શક્યો ન હતો.
આ વિડિયોમાં આ વૃદ્ધ વ્યક્તિને 1 મિનિટ 25 સેકન્ડમાં કહેતા સાંભળી શકાય છે, “મારા 6 છોકરાઓ, 6 પુત્રવધૂઓ, પૌત્ર-પૌત્રીઓ છે.” આ જ વિડિયોમાં, 2 મિનિટ 35 સેકેન્ડ પર આ વૃદ્ધ કહી રહ્યા છે કે, “અમે નાઈ છીએ, અમારી પાસે ખેતી નથી, છોકરાઓ મજૂરી કરવા ગયા છે, અમે પણ મજૂરી કરીએ છીએ.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ફોટોમાં જોવા મળતા વૃદ્ધને 32 બાળકો અને ત્રણ પત્નીઓ નથી. તેમને 6 છોકરાઓ છે જે ફોટોમાં હાજર નથી. તસવીરમાં જોવા તમામ બાળકો તેમના પૌત્રો છે.

Title:શું ખરેખર પોસ્ટમાં જોવા મળતા શખ્સની ત્રણ પત્ની અને 32 છોકરાઓ છે…? જાણો શું છે સત્ય….
Fact Check By: Yogesh KariaResult: False
