Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International રાજકીય I Political

28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં માલદીવની સંસદમાં સભ્યો વચ્ચેની લડાઈ થતી જોવા મળી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને તેમના જ દેશના સાંસદોએ માર માર્યો હતો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 29 જાન્યુઆરી 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને તેમના જ દેશના સાંસદોએ માર માર્યો હતો.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને બીબીસી દ્વારા પ્રસારિત એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતુ કે, આ વિવાદ રવિવારના રોજ ત્યારે શરૂ થયો જ્યારે મુઈઝુની કેબિનેટમાં ચાર સભ્યોને મંજૂરી આપવાની વાત આવી હતી. વાસ્તવમાં, માલદીવનું શાસક ગઠબંધન આ ચાર નવા સભ્યોને કેબિનેટમાં લાવવા માંગતું હતું. પરંતુ ત્યાંની મુખ્ય વિપક્ષી પાર્ટી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટીએ મતદાન પહેલા તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. 

બીબીસી

આ પછી સાંસદો વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો. આ વાત એટલી વધી ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ. અથડામણ દરમિયાન, કાંદિથિમુના સાંસદ અબ્દુલ્લા શહીમ અબ્દુલ હકીમ શહીમ અને કેન્ડીકુલહુધુના સાંસદ અહેમદ ઈસા વચ્ચે અથડામણ થઈ હતી. શહીમને પણ માથામાં ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં જવું પડ્યું હતું. આ લડાઈમાં હસન ઝહીર નામના સાંસદને પણ આંગળીમાં ઈજા થઈ હતી.

તેમજ અમારી પડતાલને વધુ મજબૂત બનાવવા માટે અમે માલદીવની ધિવેહી ભાષામાં પ્રકાશિત થયેલા સમાચારો પણ જોયા. આમાં પણ એવી જ માહિતી આપવામાં આવી છે જે અન્ય સમાચારોમાં છે. 

તેમજ આ મામલાને લઈને “ધ હિન્દુ” અને “ધ ટેલિગ્રાફ”માં પ્રકાશિત થયેલા સમાચારમાં પણ ઝપાઝપીમાં સામેલ લોકોના એ જ નામો દર્શાવવામાં આવ્યા છે. પરંતુ રાષ્ટ્રપતિનું નામ દર્શાવવામાં આવ્યુ નથી. 

શાસક ગઠબંધને પણ આ ઝપાઝપીની ટીકા કરતી પ્રેસ રિલીઝ પણ પ્રસારિત કરી હતી. લડાઈમાં રાષ્ટ્રપતિ મુઈઝુને માર મારવામાં આવ્યો હોય તેવું પણ કંઈ લખ્યું નથી. 

ARCHIVE

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, 28 જાન્યુઆરીએ માલદીવની સંસદમાં ઝપાઝપી થઈ હતી પરંતુ રાષ્ટ્રપતિ મુઈઝુ તેમાં સામેલ નહોતા. આ લડાઈ મુઈઝુ સરકારના સમર્થકો અને વિપક્ષી સાંસદો વચ્ચે થઈ હતી.

શાસક ગઠબંધને પણ આ ઝપાઝપીની ટીકા કરતી પ્રેસ રિલીઝ જારી કરી છે. લડાઈમાં રાષ્ટ્રપતિ મુઈઝુને માર મારવામાં આવ્યો હોય તેવું પણ કંઈ લખ્યું નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:Fake News: માલદીવના રાષ્ટ્રપતિ સંસદમાં માર મારવામાં આવ્યો હોવાનો ખોટો દાવો વાયરલ થયો… જાણો શું છે સત્ય….

Written By: Frany Karia 

Result: False