તાજેતરમાંસોશિયલ મીડિયા પર એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે રમૂજ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે?

એક ફેસબુક યુઝર દ્વારા 7 ડિસેમ્બર, 2023 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાંએવું લખવામાં આવ્યું છે કે, મારો મિત્ર બિચારો Rajesh Thakor ને એક નો વેત્ નથી પડતો.... લોકો એક સાથે 4-4 લઈ જાય..... પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ યુવકે એક સાથે 4 મહિલાઓ સાથે ફેરા ફરીને લગ્ન કર્યા.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Actor Brajesh દ્વારા તેના સત્તાવાર યુટ્યુબ પર 28 નવેમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેની સાથે એવું લખવામાં આવ્યું હતું કે, एक विवाह एसा भी.

આ યુટ્યુબ ચેનલ પર વધુ સર્ચ કરતાં અમને એ જાણવા મળ્યું હતું કે, વીડિયોમાં જે કલાકાર દેખાઈ રહ્યો છે તેનું નામ બ્રજેશ છે અને તેના આ ચેનલ પર અન્ય ઘણા બધા વીડિયો પણ જોવા મળ્યા હતા.

આજ વીડિયો અમને એક્ટર બ્રજેશના ઈન્સ્ટાગ્રામ પર પણ જોવા મળ્યો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે રમૂજ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:જાણો એક સાથે 4 મહિલાઓ સાથે લગ્ન કરી રહેલા યુવકના વાયરલ વીડિયોનું શું છે સત્ય....

Written By: Vikas Vyas

Result: False