આ ઘટના હાલમાં નહીં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલા બનવા પામી હતી. હાલમાં આ પ્રકારે કોઈ ઘટના નથી બની.

થોડા સમયમાં મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં નવા-જૂના નેતાઓના ઘણા વીડિયો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેકવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ પર આ રીતે ચંપ્પલ ફેકવામાં આવ્યુ.”

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Indrajit Parmar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 07 સપ્ટેમ્બર 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાલમાં એક કાર્યક્રમ દરમિયાન શિવરાજ સિંહ ચૌહાણ પર આ રીતે ચંપ્પલ ફેકવામાં આવ્યુ.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

અમને Navbharat Times નામની સમાચાર ચેનલ દ્વારા 3 સપ્ટેમ્બર, 2018 ના રોજ યુટ્યુબ પર પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની તરફ જૂતુ ફેંકવામાં આવ્યું.

Archive

આજ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. NDTV

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા ચંપ્પલનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાનો છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પર ફેંકવામાં આવેલા ચપ્પલનો આ વીડિયો પાંચ વર્ષ પહેલાંનો છે. હાલમાં કોઈ રેલીમાં તેમના પર ચપ્પલ ફેકવામાં નથી આવ્યુ.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:શિવરાજ સિંહ ચૌહાણ પર ચંપ્પલ ફેક્યાના પાંચ વર્ષ જુના વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો... જાણો શું છે સત્ય....

Written By: Frany Karia

Result: Missing Context