શું ખરેખર હાલમાં રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડીએ 10 વિકેટ લીધી છે…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

પકડી પાડયા નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 19 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી.“જોઈ લો હમણાં જ રમાયેલી રણજી ટ્રોફી માં 10 વિકેટ લેનાર બોલર ને.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 40 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 1 વ્યક્તિએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો તેમજ 9 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, હાલમાં રમાયેલી રણજી ટ્રોફીમાં એક બોલરે એક જ મેચમાં 10 વિકેટ મેળવી હતી.

FACEBOOK | ARCHIVE | VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર “bowler took all 10 wickets” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ હતુ કે, 11 ડિસેમ્બર 2018ના અંડર-19 ટુર્નામેન્ટમાં કુચ બિહાર ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશ સામેના મેચમાં મળિપુરના 18 વર્ષીય રેક્સ રાજકુમાર નામના બોલરે એક જ ઈનિંગમાં 11 રન આપી 10 વિકેટ મેળવી હતી. અને આ જ કારણે મળિપુરે અરૂણાચલ પ્રદેશને અનંતપુરમાં આવેલા રૂરલ ડેવલોપમેન્ટ સ્ટેડિયમમાં 10 વિકેટે હરાવ્યુ હતું. જે સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. જે તમે નીચેની લિંક પર ક્લિંક કરી જોઈ શકો છો. 

PUNJAB KESRIARCHIVE
HINDUSTAN TIMESARCHIVE
NEWS 18ARCHIVE
TIMESNOWARCHIVE
AMARUJJALAARCHIVE

BCCI ના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા પણ આ વિડિયો માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે. જે તમે નીચે જોઈ શકો છો. તેમાં પણ સ્પષ્ટ જણાવવામાં આવ્યુ છે કે, કુચ બિહાર ટ્રોફિમાં રેક્સ રાજકુમાર નામના બોલરે 10 વિકેટ ઝડપી પાડી હતી. જે ટ્વીટ આપ નીચે જોઈ શકો છો. 

ARCHIVE

તેમજ હાલમાં એટલે કે વર્ષ 2019માં કોઈ રણજી ટ્રોફી રમાઈ છે કે કેમ તે જાણવું જરૂરી હતુ. જે અંગે ગૂગલ પર સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, વર્ષ 2019ની રણજી ટ્રોફી 9 ડિસેમ્બર 2019ના શરૂ થશે. વર્ષ 2018 બાદ કોઈ રણજી ટ્રોફી આજ દિન સુધી રમાઈ નથી.

આમ, ઉપરોક્ત અમારી પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં જે દાવો કરવામાં આવ્યો છે કે, રણજી ટ્રોફીમાં બોલરે 10 વિકેટ ઝડપી પાડી તે વાત ખોટી છે. 11 ડિસેમ્બર 2018ના કુચ બિહાર ટ્રોફીના એક મેચમાં રેક્સ રાજકુમાર નામના બોલરે 10 વિકેટ ઝડપી હતી. જેની માહિતી બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, રણજી ટ્રોફીમાં બોલરે 10 વિકેટ ઝડપી પાડી તે વાત ખોટી છે. 11 ડિસેમ્બર 2018ના કુચ બિહાર ટ્રોફીના એક મેચમાં રેક્સ રાજકુમાર નામના બોલરે 10 વિકેટ ઝડપી હતી. જેની માહિતી બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી હતી. 

Avatar

Title:શું ખરેખર હાલમાં રણજી ટ્રોફીમાં કોઈ ખેલાડીએ 10 વિકેટ લીધી છે…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False