
Cws News Gujarati નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 14 જૂન 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “રાજકોટ ભૂકંપ ના CCTV આવ્યા સામે જુવો ફોરવિલર હાલતી જુવા મળી” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 462 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 94 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ભૂકંપના સીસીટીવીનો વિડિયો રાજકોટના છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોરક્ત પરિણામો પરથી અમને ડીડી ન્યુઝ દ્વારા તેમના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલા સીસીટીવી પ્રાપ્ત થયા હતા. જે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા જ સીસીટીવી હતી. તેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકાના કારણે રસ્તા પર પડેલી કાર ધ્રૂજી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
ગુજરાત કનેક્ટ દ્વારા આ સીસીટીવી ફૂટેજ સાથે જણાવવામાં આવ્યુ હતુ કે, કચ્છ જિલ્લાના ભચાઉ પાસે પાર્ક કરેલી ધ્રુજવા લાગી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ભૂકંપના સીસીટીવીનો આ વિડિયો રાજકોટનો નહિં પરંતુ કચ્છ જિલ્લાના ભચાઉ પાસેનો છે.

Title:શું ખરેખર ભૂકંપના સીસીટીવીનો આ વિડિયો રાજકોટ શહેરનો છે….?
Fact Check By: Yogesh KariaResult: False
