Kajal Shingala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. यह घटना #इंटोजा थाना क्षेत्र,कल की है.....‪4-5 Mus**m लड़के इसकी बहन का रेप करने आए, इसने रेप नही करने दिया तो भाई-बहन को बुरी तरह पीटापरंतु पप्पू को ये #MobLynching नहि लगता क्यूँकि गुनहगार नेहरु-गांधी के मँजहब से है,‬ ‪इस भाई को नमन है जिसने बहन की लाज रखी #India AgainstLynch Terror” ‬ શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 945 લોકો તેમના મંતવ્યો જણાવ્યા હતા. 945 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 401 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મુસ્લિમ સમુદાયના ચાર-પાંચ યુવાનો આ છોકરીનો બળાત્કાર કરવા આવ્યા હતા. પરંતુ આ ભાઈ દ્વારા રોકવામાં આવતા તેમને માર મારવામાં આવ્યો અને લોહી-લુહાણ કરી દેવામાં આવ્યા હતા.

FB MAIN PAGE FOR ARCHIVE.png

FACEBOOK | PHOTO ARCHIVE

સૌપ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયોને ઈન્વિડ ટૂલના માધ્યમથી નાની-નાની ફ્રેમ્સમાં તોડી અને તે ટુકડાઓને રિવર્સ ઈમેજ ના માધ્યમથી સર્ચ કર્યુ હતુ. પરંતુ કોઈ ઠોસ પરિણામ મળ્યુ ન હતું. ત્યારબાદ અમને એક અન્ય ફેસબુક પોસ્ટ મળી હતી “All NorthEast Fcebook Unionનામના યુઝર દ્વારા આ જ વિડિયો બીજા વિવરણ સાથે શેર કરવામાં આવ્યો હતો. પોસ્ટના વિવરણમાં અંગ્રેજીમાં લખવામાં આવ્યુ હતુ જેનું ગુજરાતી અનુવાદ થાય છે કે, આ ઘટના ઉત્તર પ્રદેશના ઈટોંજા પોલીસ સ્ટેશન અંતર્ગત બતાવવામાં આવતી હતી. ખૂનથી લથપથ ભાઈ બહેન પોલીસ પાસે મદદ માંગવા જાય છે. પરંતુ પોલીસ તેને બીજા પોલીસ સ્ટેશને રિપોર્ટ લખવવાનું જણાવી રહી છે. પહેલા મેડિકલ કરાવવાની પણ સલાહ આપી રહી હતી. અંતે ટ્વિટર પર આ વિડિયો વાઈરલ થતા પોલીસે રિપોર્ટ લેવી પડી હતી અને ઘાયલ છોકરીની સારવાર ચાલી રહી છે.

FACEBOOK PAGE.png

FACEBOOK | ARCHIVE POST

ત્યારબાદ અમે જૂદા-જૂદા કિવર્ડ સાથે ગૂગલ સર્ચ કરતા અમને ‘દૈનિક જાગરણ” દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચારમાં આ જ વિડિયોનો સ્ક્રિનશોટ મુકવામાં આવ્યો હતો. સમાચારમાં લખવામાં આવ્યુ હતુ કે, રાજધાની સ્થિત ઈટૌંજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવાર રાત્રે જોરદાર હંગામો થયો હતો. છોકરાઓના ઝગડામાં મોટા પણ સામેલ થઈ ગયા હતા. જોત-જોતામાં બે પક્ષોમાં મારપીટ થઈ હતી. સંઘર્ષ કરતા ભાઈ-બહેન રાત્રે 1.25 વાગ્યે લોહી લુહાણ હાલતમાં કાર્યવાહીની માંગ કરતા ઈટૌંજા પોલીસ ચોકી પહોચ્યા હતા. જ્યા હાજર કોન્સ્ટેબલે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો હતો.

DAINIK JAGRAN.png

ARCHIVE

ન્યુઝ 18 હિન્દી દ્વારા પણ આ સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. તેમાં પણ દૈનિક જાગરણ દ્વારા આપવામાં આવેલી વિગતો આપવામાં આવી હતી.

NEWS 18 HINDI.png

ARCHIVE

ટ્વિટર પર લખનઉ પોલિસ દ્વારા તેમના ઓફિશીયલ ટ્વિટર પર આ ઘટના અંગે બે ટ્વિટ કરવામાં આવ્યા હતા. આ બંને ટ્વિટ તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ARCHIVE

ઉપરોક્ત સંશોધન પર થી આ વાત સાબિત થઈ ગઈ હતી કે, મુળ ઘટના બે જૂથ વચ્ચેની છે. છોકરાઓના રમવાના વિવાદને લઈ મોટાઓ પણ હાથાપાઈ પર આવી ગયા હતા. શાહરૂખ ખાન નામનો યુવાન અને તેની બહેન શબનમ લોહી લુહાણ થઈ ગયા હતા. રાત્રે પોલીસ ફરિયાદ લખાવવા જ્યારે તેઓ ઈટૌજા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા. ત્યારે ત્યા હાજર પોલીસ કર્મચારી દ્વારા તેમને મદદ કરવાની જગ્યાએ ત્યાંથી કાઢી મુક્યા હતા. લોકોને ભ્રામક કરવા આ ઘટનાને ખોટી રીતે શેર કરવામાં આવી રહી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, ઉપરોક્ત પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં દર્શાવવામાં આવેલા ભાઈ-બહેન જ મુસ્લિમ છે અને જુથ્થ અથડામણમાં બંને ઘાયલ થયા હતા. બળાત્કાર કરવા આવ્યા હોવાની તેમજ મુસ્લિમ યુવાનો દ્વારા માર મારવામાં આવ્યો હોવાની વાત સાવ ખોટી છે.

Avatar

Title:શું ખરેખર મુસ્લિમ યુવકોએ બંને ભાઈ–બહેનને લોહી લુહાણ કરી નાખ્યા....? જાણો શું છે સત્ય......

Fact Check By: Yogesh Karia

Result: False