
Ahmedabad Updates નામના ફેસબુક ગ્રુપ દ્વારા 20 માર્ચ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, सूरत में लंदन से लौटी पारसी युवती रीता बचकानीवाला ने लोगों को जागरूक करने के लिए एक अत्यंत साहस का काम किया है और आईसीयू से अपना एक वीडियो बनाकर डाला है ताकि लोग जान सकें कि करोना वायरस कितना घातक है रीटा बचकानीवाला इटली से लंदन और लंदन से सूरत आई और 4 दिन के बाद उनकी तबीयत बहुत खराब हो गई और डॉक्टरों ने उन्हें करोना की पुष्टि की अब वह सांस नहीं ले पा रही है उन्होंने खुद बताया कि उन्हें बाहर से ऑक्सीजन दिया जा रहा है इसलिए वह सांस ले पा रही है. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ વીડિયો લંડનથી આવેલી એક સુરતની પારસી યુવતીનો છે જે કરોના વાયરસથી સંક્રમિત છે. આ પોસ્ટને 3 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. 1300 થી વધુ લોકો દ્વારા આ વીડિયોને જોવામાં આવ્યો હતો. તેમજ 8 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. અન્ય લોકો દ્વારા પણ આ પોસ્ટને ફેસબુક તેમજ અન્ય સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થતી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી તપાસ/પડતાલ કાર્યવાહી હાથ ધરી હતી.

સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતની કોરોના સંક્રમિત મહિલાનો છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ અમે પોસ્ટના વીડિયોનો એક સ્ક્રિનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને ફેસબુક પર Nicole Poppy Keatley દ્વારા 18 માર્ચ, 2020 ના રોજ કરવામાં આવેલી એખ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેમાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, વીડિયોમાં દેખાતી મહિતા તેની બહેન તારા જેન લેંગસ્ટન છે. તે કોરોના વાયરસથી સંક્રમિત છે. છેલ્લા કેટલાક સમયથી તે સારવાર હેઠળ છે. જે તમે નીચે જોઈ શકો છો.
વધુમાં અમારી ફેક્ટ ક્રેસેન્ડોની ટીમ દ્વારા નિકોલ પોપી કેટલીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તો તેમણે અમને જણાવ્યું હતું કે, આ એમની બહેન તારા જેન લેંગસ્ટન છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે. વધુમાં અમે ગુગલનો સહારો લઈને જુદા જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને theguardian.com દ્વારા 20 સપ્ટેમ્બર, 2020 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. આ સમાચાર અનુસાર વીડિયોમાં દેખાતી મહિલાનું નામ તારા જેન લેંગસ્ટન છે જે કોરોના વાયરસથી સંક્રમિત હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે સુરત મહાનગપાલિકાનો સંપર્ક કરતાં ફરજ પરના અધિકારીએ નામ ન આપવાની શરતે અમને જણાવ્યું હતું કે, “સોશિયલ મીડિયા પર વાયરલ થતો આ વીડિયો સુરતની મહિલાનો નહીં પરંતુ એક બ્રિટીશ મહિલા તારા જેન લેંગસ્ટનનો છે જે કોરોના વાયરસથી સંક્રમિત છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતની મહિલાનો નહીં પરંતુ એક બ્રિટીશ મહિલા તારા જેન લેંગસ્ટનનો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વીડિયોને ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો સુરતની મહિલાનો નહીં પરંતુ એક બ્રિટીશ મહિલા તારા જેન લેંગસ્ટનનો છે. જે કોરોના વાયરસથી સંક્રમિત છે.
છબીઓ સૌજન્ય: ગુગલ

Title:કોરોના વાયરસથી સંક્રમિત બ્રિટીશ મહિલાનો વીડિયો સુરતની મહિલાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…
Fact Check By: Vikas VyasResult: False
