
Chouhan Kesarsingh નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 25 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “આપણી પોલીસ તો કંઈ નથી. જુઓ સ્પેનની પોલીસ કરફ્યુ ભંગ કરવા વાળાની કેવી ખાતીરદારી કરે છે.” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 1 વ્યક્તિએ પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમજ 10 વ્યક્તિ દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સ્પેનમાં કર્ફ્યુનો ભંગ કરનાર યુવાનને મારમારવામાં આવ્યો હતો.તેનો વિડિયો છે.”
FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજ અને યાન્ડેક્ષ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ વિડિયો વર્ષ 2019નો હોવાનું જાણવા મળ્યુ હતુ. યુટ્યુબ પર આ વિડિયો 6 ઓક્ટોબર 2019 ના અપલોડ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
EMBED
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થયુ હતુ કે, આ વિડિયો હાલનો નથઈ. તેથી અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. અને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયોમાં દેખાતો વ્યક્તિ શંકાસ્પદ આરોપી છે. જેને પોલીસ દ્વારા મારમારવામાં આવ્યો હતો. સ્પેનની જૂદી-જૂદી વેબસાઈટ દ્વારા આ અંગેના અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો.
LIBERTADBAJOPALABRA.COM નામની વેબસાઈટ દ્વારા પણ આ અંગનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જેમાં પણ આ સંકાસ્પદ આરોપી હોવાનુ જણાવવામાં આવ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો.
LIBERTADBAJOPALABRA.COM | ARCHIVE
મેક્સિકોસીટીની વેબસાઈટ SINEMBARGO.MX દ્વારા આ અંગે અહેવાલ પ્રસારિત કરતા વિગતો આપવામાં આવી હતી કે, આ શખ્સને ચોરીના આરોપસર પકડવામાં આવ્યો હતો. તેમજ વિડિયોમાં આરોપીને હથકડી પણ પહેરાવી હોવાનું દેખાઈ રહ્યુ છે. આ સંપૂર્ણ અહેવાલ તમે નીચે વાંચી શકો છો.
આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો જૂનો છે. તેને કર્ફ્યુ સાથે કોઈ લેવા-દેવા નથી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોને કર્ફ્યુ સાથે કોઈ લેવા-દેવા નથી. ચોરીના શંકાસ્પદ આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ પોસ્ટને શેર કરવામાં આવી રહી છે.

Title:શું ખરેખર સ્પેનમાં કર્ફ્યુનો ભંગ કરતા યુવાનને મારમારવામાં આવ્યો હતો…? જાણો શું છે સત્ય..
Fact Check By: Yogesh KariaResult: False
