શું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

વી કે ચોકસી પટેલ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 22 માર્ચ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. અમદાવાદ નારણપુરારા થી પહેલું રુઝાન આવ્યુંશીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 13 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 1 વ્યક્તિએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 10 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “અમદાવાદ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો.”

FACEBOOK | FB POST ARCHIVE | FB VIDEO ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને યટ્યુબ પર આ 1.19 મિનિટનો આ સંપુર્ણ વિડિયો પ્રાપ્ત થયો હતો. જે તમે નીચે જોઈ શકો છો. 

Archive

તેમજ ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને NDTV નો અહેવાલ પ્રાપ્ત થયો હતો .જેમાં આ વિડિયો અંગેની વાત કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.

NDTV | ARCHIVE

તેમજ અભિનેત્રી પૂજાબેદી દ્વારા પણ આ વિડિયો તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો. જે તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબૂત કરવા અમે વિડિયોની અંદર જ પ્રુફ ગોતવા પ્રયત્ન કર્યો હતો. જેમાં અમને આ વિડિયો ભિલવાડાનો હોવાનું જાણવા મળ્યુ હતુ. જે તમે નીચે જોઈ શકો છો. 

તેમજ અમે ભિલવાડાના લોકલ ન્યુઝ ભીલવારા અબતકનો સપર્ક સાધ્યો હતો. તેના તંત્રી મનીષ જૈનનો સંપર્ક સાધ્યો હતો. “તેમને અમને આ વિડિયો અંગે પુછતા તેમણે પૃષ્ટી કરી હતી કે, આ વિડિયો ભિલવાડાનો જ છે.”

પરિણામ

આમ, અમરી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે કરવામાં આવેલો વિડિયો અમદાવાદનો નહિં પરંતુ ભિલવાડાનો છે. લોકોને ભ્રામક કરવા આ પોસ્ટને શેર કરવામાં આવી રહી છે. 

Avatar

Title:શું ખરેખર અમદાવાદમાં પોલીસ દ્વારા લાઠી ચાર્જ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False