શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

Jayshree Patel નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 1 ઓક્ટોબર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. गुजरात BJP नेता अज़य राजपूत स्कूल में घूसकर महिला टीचर के साथ क्या कर रहे हैं, यह आप खुद ही देख लीजिए और दुनिया को भी दिखाइए । Kya ise farsi nahi lagni chahiye kya kaho ge andh bhakt?” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 76 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. 11 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 93 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ગુજરાત ભાજપના નેતા અજય રાજપુત દ્વારા મહિલા શિક્ષિકા સાથે ગેરવર્તુણક કરવામાં આવી.

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી. સૌ-પ્રથમ અમે ગૂગલ પર ભાજપા નેતા અજય રાજપુત દ્વારા મહિલા શિક્ષિકાની છેડતી કરવામાં આવી લખતા અમને ઘણા પરિણામો મળ્યા હતા. પરંતુ પોસ્ટમાં શેર કરવામાં આવેલા દાવા અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. 

તેથી અમે ગૂગલ પર અન્ય કી-વર્ડથી શોધતા અમને જાણવા મળ્યુ હતુ કે, આ વિડિયો માર્ચ 2015થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. તેમજ શરૂઆતમાં તમામ મિડિયા દ્વારા આ વ્યક્તિ ભાજપનો નેતા હોવાનું જણાવવામાં આવી રહ્યુ હતુ. જે તમે નીચેની લિંક પર ક્લિંક કરી વાંચી શકો છો. 

Punjab kesariArchive
Oneindia.comArchive 

જો કે, બાદમાં ભાજપ દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવી હતી કે, આ અજય રાજપૂત નામના વ્યક્તિને ભાજપ સાથે કોઈ સબંધ નથી. તે ભાજપનો હોવાનું ખોટુ જણાવી રહ્યો છે. તેમજ અમે ક્લેક્ટરને પણ આ વ્યક્તિ સામે સખ્ત પગલા ભરવા રજૂઆત કરીશું.આ સમાચારને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા પ્રસારિત પણ કરવામાં આવ્યા હતા. જે તમે નીચે વાંચી શકો છો.

  DIVYABHASKAR | ARCHIVE

ARCHIVE

આમ, ઉપરોક્ત પરિણામો પરથી સાબિત થાય છે કે, અજય રાજપૂત નામના વ્યક્તિ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી છે. તે અજય રાજપૂત ભાજપનો નેતા નથી. જેની માહિત ખૂદ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે, કારણ કે, અજય રાજપૂત નામના વ્યક્તિ દ્વારા મહિલાની છેડતી કરવામાં આવી છે. તે અજય રાજપૂત ભાજપનો નેતા નથી. જેની માહિત ખૂદ ભાજપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આપવામાં આવી હતી.

Avatar

Title:શું ખરેખર ભાજપના કાર્યકર દ્વારા મહિલા સાથે આ પ્રકારે ગેરવર્તુણક કરવામાં આવી..? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False