શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…? જાણો શું છે સત્ય….

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ન્યુઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. તેમજ તેઓ દેશના રાજકારણને લઈ વાત કરી રહ્યા છે. તેમજ તેઓ અમુક રાજકારણીઓ વિશે પણ નિવેદન આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વિડિયોમાં દેખાતી વ્યક્તિ જન શક્તિ પાર્ટીના પ્રયાગરાજ વિધાનસભાના ઉમેદવાર વિનયકુમાર સિંઘ છે.  તેમનો કોંગ્રેસ સાથે કોઈ સબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Hitendra Kumar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 3 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ઓરિજનલ વિડિયો ધ ન્યુઝપેપર નામની યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. 4 માર્ચ 2020ના અપલોડ કરવામાં આવેલા આ વિડિયોમાં ક્યાંય પણ આ વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનું જણાવવામાં આવ્યુ ન હતુ. આ વિડિયો તમે નીચે જોઈ શકો છો.

ARCHIVE

ત્યારબાદ અમે આ વ્યક્તિ કોણ છે તે જાણવા ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હતુ કે, પોસ્ટમાં દેખાતી વ્યક્તિ વિનયકુમાર સિંઘ છે. જે વર્ષ 2020 દિલ્હી વિધાનસભા ચૂંટણીના જનશક્તિ પાર્ટીના પ્રયાગરાજના ઉમેદવાર છે.

તેમજ અમે ચૂનાવ આયોગની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. જેમાં વિનયકુમાર સિંઘની ઉમેદવારી તમે જોઈ શકો છો.

ECI

તેમજ અમે અમારી પડતાલને મજબૂત કરવા વિનય કુમાર સિંઘનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે અમને જણાવ્યુ હતુ કે, વિડિયોમાં દેખાતી વ્યક્તિ તે છે, તેમજ તેમનો કોંગ્રેસ સાથે કોઈ સબંધ નથી, તેની પણ તેમણે પૃષ્ટી કરી હતી. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વિડિયોમાં દેખાતી વ્યક્તિ જન શક્તિ પાર્ટીના પ્રયાગરાજ વિધાનસભાના ઉમેદવાર વિનયકુમાર સિંઘ છે.  તેમનો કોંગ્રેસ સાથે કોઈ સબંધ નથી. 

Avatar

Title:શું ખરેખર આ વિડિયોમાં દેખાતા વ્યક્તિ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાય છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False