શું ખરેખર આર્મીમેનનું ઓળખપત્ર હજુ પણ મળ્યું નથી…? જાણો શું છે સત્ય…

Mixture સામાજિક I Social

ગુજરાતી લેપટોપ  નામના ફેસબુક પેજ દ્વારા 12 ઓગષ્ટ, 2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ઈનામની આશા રાખ્યા વગર દેશના આર્મી મેન માટે આ પોસ્ટ આગળ મોકલજો… આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ જેનપુર ગામના ઈન્ડિયન આર્મીમાં ફરજજ બજાવતા રબારી રાજુભાઈ માલજીભાઈની બેગ ગુમ થયેલ છે. જેમાં તેમનું આર્મીનું ઓળખપત્ર હતું. જે હજુ સુધી તેઓને મળ્યું નથી. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 30 લોકોએ લાઈક કરી હતી. તેમજ 402 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.22-17_52_01.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ પ્રકારે આર્મીમાં ફરજ બજાવતા રબારી રાજુભાઈનું આર્મીનું ઓળખપત્ર હજુ પણ તેઓને મળ્યું નથી તે જાણવા માટે અમે સૌપ્રથમ પોસ્ટમાં મૂકવામાં આવેલા મોબાઈલ નંબર 9723813216 પર સંપર્ક કરતાં અમારી વાત આર્મી જવાન રાજુભાઈના મોટા ભાઈ વિક્રમભાઈ રબારી કે જેઓ હાલમાં એસટી ડેપોમાં ડ્રાઈવરની ફરજ બજાવી રહ્યા છે. તેમની સાથે થઈ હતી. તેઓને અમે પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબની વાત કરતાં આ ઘટના ક્યારે બની અને હજુ પણ આર્મીનું ઓળખપત્ર મળ્યું નથી એ અંગે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “મારો નાનો ભાઈ ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવે છે. આ ઘટના 19 ડિસેમ્બર, 2018 ના રોજ બની હતી એટલે કે લગભગ 8 મહિના પહેલા. તેની બેગ મજરાથી ચિલોડા વચ્ચે પડી ગઈ હતી. જેમાં તેનું આર્મીનું ઓળખપત્ર પણ હતું. આર્મીનું ઓળખપત્ર જલ્દી મળી જાય એ માટે એક પોસ્ટ બનાવીને અમે સોશિયલ મીડિયા પર મૂકી હતી. એક મહિના સુધી રાહ જોવા છતાં કાર્ડ ન મળતાં મારા ભાઈએ ફેબ્રુઆરી મહિનામાં તેનું નવું આર્મી ઓળખપત્ર બનાવી દીધું હતું. આજ રોજ સુધી મારા પર ઘણા લોકોના કોલ આવે છે તો પણ હું તેઓને હવે આ માહિતી ઘણી જૂની હોઈ આગળ ના મોકલવાની વિનંતી કરું છું.”

2019-08-22.png

ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આર્મીમાં ફરજ બજાવતા રાજુભાઈનું ઓળખપત્ર લગભગ 8 મહિના અગાઉ ખોવાઈ ગયું હતું. જે તેઓએ નવું પણ બનાવી દીધુ હોવાથી આ માહિતી હવે આગળ ના મોકલવા માટે વિનંતી કરવામાં આવે છે.

પરિણામ 

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો મિશ્રિત સાબિત થાય છે કારણ કે, આર્મીમાં ફરજ બજાવતા રાજુભાઈનું ઓળખપત્ર લગભગ 8 મહિના અગાઉ ખોવાઈ ગયું હતું. પરંતુ જે તેઓએ નવું પણ બનાવી દીધું હતું. 

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર આર્મીમેનનું ઓળખપત્ર હજુ પણ મળ્યું નથી…? જાણો શું છે સત્ય…

Fact Check By: Vikas Vyas 

Result: Mixture