Khush Sheth નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓગષ્ટ,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં એવું લખેલું છે કે, ઇન્ટેલિજન્સ મુજબ, પાકિસ્તાન સીધી ભારત પર હુમલો કરી શકતું નથી, તેથી તેણે ભારતથી બદલો લેવા માટે ચીનની મદદ લીધી છે. ચાઇનાએ ભારતમાં અસ્થમા રોગ ફેલાવવા માટે ફટાકડાઓમાં વિશિષ્ટ પ્રકારનાં ફટાકડા ભર્યા છે, જે શ્વાસ બહાર કાઢે તેવા કાર્બન મોનોક્સાઇડ ગેસને પણ ઝેરી છે. આ ઉપરાંત, ભારતમાં, આંખના ખામીને વિકસાવવા માટે વિશિષ્ટ પ્રકાશ સુશોભન લાઇટ પણ બનાવવામાં આવી રહી છે. મોટા જથ્થામાં પારો ભરેલો છે. કૃપા કરીને આ દિવાળી વિશે જાગૃત રહો અને આ ચીની ઉત્પાદનોનો ઉપયોગ કરશો નહીં. આ સંદેશ બધા ભારતીયોને ફેલાવો. જય હિન્દ, વિશ્વજીત મુખર્જી, વરિષ્ઠ ઇન્વેસ્ટિગેશન ઑફિસર, ગૃહ મંત્રાલય, ભારત સરકાર, (સી.જી.) પ્રાપ્ત તરીકે ફોરવર્ડ. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, ચીનની ચીજવસ્તુઓનો ઉપયોગ ના કરવા માટે ગૃહ મંત્રાલય દ્વારા આ મેસેજ મૂકવામાં આવ્યો છે. ફેસબુક પર કરવામાં આવેલી આ પોસ્ટને 17 લોકોએ લાઈક કરી હતી. 2 લોકોએ પોતાના મત રજૂ કર્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

screenshot-www.facebook.com-2019.08.22-20_57_23.png

Facebook Post | Archive | Post Archive

સંશોધન

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ ગૃહ મંત્રાલય દ્વારા આ પ્રકારે કોઈ મેસેજ બહાર પાડવામાં આવ્યો છે કે કેમ? તે જાણવા માટે સૌપ્રથમ અમે આ માહિતીને ધ્યાનથી વાંચી તો તેના સૌથી નીચે વિશ્વજીત મુખર્જી, વરિષ્ઠ ઇન્વેસ્ટિગેશન ઑફિસર, ગૃહ મંત્રાલય, ભારત સરકાર એવું લખેલું હતું. હવે એ જાણવું જરૂરી હતું કે, ગૃહ મંત્રાલયમાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસરની કોઈ પદવી છે કે કેમ? તેમજ વિશ્વજીત મુખર્જી નામના કોઈ ઓફિસર ત્યાં કામ કરે છે કે કેમ? તે જાણવા માટે અમે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર પદાધિકારીઓને શોધવાની કોશિશ કરી ત્યાં અમને વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પ્રાપ્ત થઈ ન હતી. તે ઉપરાંત અમને વિશ્વજીત મુખર્જી નામના કોઈ ઓફિસરનું નામ પણ આ વેબસાઈટ પર જોવા મળ્યું ન હતું.

TelephoneDirectory22082019

ગૃહ મંત્રાલય દ્વારા મોટા ભાગે જે કંઈ પણ માહિતી પ્રસારિત કરવામાં આવે તે તેની વેબસાઈટ પર મૂકવામાં આવતી જ હોય છે. અથવા તો પ્રેસ વિજ્ઞપ્તિ તરીકે વેબસાઈટ પર મૂકવામાં આવતી હોય છે. જ્યાં પણ અમે આ અંગેની માહિતી જોતાં અમને ક્યાંય પણ આ પ્રકારની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. આ ઉપરાંત અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો અને ઉપરોક્ત પોસ્ટના દાવા અંગે વિશ્વજીત મુખર્જી વિશે પૂછતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જી નામે કોઈ પણ વ્યક્તિ કામ કરતો નથી કે અહીંયાં કોઈ વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી.

ઉપરોક્ત સંશોધન પરથી એ સ્પષ્ટ થાય છે કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે કોઈ વ્યક્તિ કામ કરતો નથી કે ત્યાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી. આ ચેતાવણી એક અફવા જ છે જે લોકોને ભ્રમિત કરવાના ઉદ્દેશથી એક ખોટા નામ અને પદવી સાથે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, ગૃહ મંત્રાલયમાં વિશ્વજીત મુખર્જીના નામે કોઈ વ્યક્તિ કામ કરતો નથી કે ત્યાં વરિષ્ટ ઈન્વેસ્ટિગેશન ઓફિસર નામની કોઈ પદવી પણ નથી.

છબીઓ સૌજન્ય :ગુગલ

Avatar

Title:શું ખરેખર ગૃહ મંત્રાલય દ્વારા ચીનની વસ્તુઓનો ઉપયોગ ના કરવાની ચેતવણી આપવામાં આવી...? જાણો શું છે સત્ય....

Fact Check By: Vikas Vyas

Result: False