
Jigar Maisuria નામના ફેસબુક યુઝર Real Hindu History નામના પેજ પર દ્વારા 24 જૂન 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી પોસ્ટ પર 175 લોકો દ્વારા પોતાના અભિપ્રાય આપવામાં આવ્યા હતા, 5 લોકો દ્વારા તેમના મંતવ્યો જણાવવામાં આવ્યા હતા. તેમજ 50 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રૂસની ટ્રેનમાં ઈસ્કોન સંપ્રદાય દ્વારા આ પ્રકારે ચિત્રો દોરવવામાં આવ્યા છે.
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને યાન્ડેક્સ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને મળતી ફોટો મળી હતી. આ ફોટો અમને SouthernStatesGroup વેબસાઈટમાં ‘Gallery’ માં મળી હતી. આ કંપની ઓસ્ટ્રેલિયામાં આવેલી છે. જે ટ્રાન્સપોર્ટ રેફ્રિજરેશન, એર રેફ્રિજરેશન, અને એર કંડિશનિંગ અને ટેલ લિફ્ટ ઈન્ડ્રસ્ટ્રીજને પ્રીમિયમ ઉત્પાદન અને સેવા પ્રદાન કરવા સમર્પિત છે.
ઉપરોક્ત વેબસાઈટની ફોટોમાં અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને મળતી જ ફોટો પ્રાપ્ત થઈ હતી. જે તમે નીચે જોઈ શકો છો.
આમ ઉપરોક્ત પડતાલ પરથી સ્પષ્ટ થાય છે કે, ઓસ્ટ્રલિયામાં આવેલી એક કંપનીની વેબસાઈટ પર થી લેવામાં આવી છે. જેને રૂસ સાથે કોઈ લેવા દેવા નથી. તેમજ આ મેટ્રો ટ્રેનના એન્જિનમાં ઈસ્કોન દ્વારા કોઈ પ્રકારની ફોટો લગાડવામાં નથી આવી.તમે બંન્ને તસ્વીરની તુલના નીચે જોઈ શકો છો.
ઉપરોક્ત સંસોધન પરથી સાબિત થાય છે કે. પોસ્ટમાં શેર કરવામાં આવેલી ફોટોને ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવી છે. જેનો ઉદેશ માત્ર ભ્રામક્તા ફેલાવવાનો હોઈ શકે છે.
પરિણામ
આમ, ઉપરોક્ત પોસ્ટ અમારી પડતાલમાં ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલા ફોટોમાં ફોટોશોપના માધ્યમથી એડિટ કરવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર ઈસ્કોનના અનુયાયીઓએ રૂસમાં ટ્રેન પર આ પ્રકારે ચિત્ર દોરાવ્યા….?જાણો શું છે સત્ય…
Fact Check By: Yogesh KariaResult: False
