આ ફોટો હાલનો નહીં પરંતુ આજ થી એક વર્ષ પહેલાનો છે. એબીપી ન્યુઝ ચેનલ પર ધ કાશ્મીર ફાઈલ્સ ઈન્ટરવ્યુ આપતી વખતે અનુપમ ખેર ભાવુક થયા હતા તે સમયનો છે. ઓસ્કાર સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એબીપી ન્યુઝની એંકર રૂબિકા લિયાકત અને અનુપમ ખેરને જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ ન મળતા રડી રહેલા અનુપમ ખેરને રૂબિકા સાંત્વના આપી રહી છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Sanjay Raval નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 20 માર્ચ 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ ન મળતા રડી રહેલા અનુપમ ખેરને રૂબિકા સાંત્વના આપી રહી છે.”

Facebook | Fb post Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને રૂબિકા લિયાકત અને અનુપમ ખેરનો આ ફોટો સાથેનો સંપૂર્ણ વીડિયો પ્રાપ્ત થયો હતો. જે એબીપીલાઈવની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “કાશ્મીર ફાઇલ્સ એક એવી ફિલ્મ છે જેમાં કાશ્મીરી હિન્દુઓની વેદનાને પડદા પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અનુપમ ખેર, વિવેક અગ્નિહોત્રી અને પલ્લવી જોશીનો રૂબિકા લિયાકત સાથેનો વિશિષ્ટ ઇન્ટરવ્યુ જુઓ.” આ ઇન્ટરવ્યુ તમે નીચે જોઈ શકો છો.

આ ઇન્ટરવ્યુ દરમિયાન અનુપમ ખેર ભાવુક થઈ જાય છે. ત્યારે રૂબિકા લિયાકત તેમને સાંત્વના આપે છે અને ગળે મળવા જતા જોઈ શકાય છે. જે તમે નીચે જોઈ શકો છો.

આમ આ ફોટો હાલનો નહીં પરંતુ એક વર્ષ પહેલાનો છે. જે સમયે અનુપમ ખેર ધ કાશ્મીર ફાઈલ્સનું ઇન્ટરવ્યુ આપી રહ્યા હતા. જ્યારે ઓસ્કાર એવોર્ડની જાહેરાત તો હાલ 13 માર્ચ 2023ના થઈ હતી.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલનો નહીં પરંતુ આજ થી એક વર્ષ પહેલાનો છે. એબીપી ન્યુઝ ચેનલ પર ધ કાશ્મીર ફાઈલ્સ ઈન્ટરવ્યુ આપતી વખતે અનુપમ ખેર ભાવુક થયા હતા તે સમયનો છે. ઓસ્કાર સાથે તેને કોઈ લેવા-દેવા નથી.

(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રૂબિકા લિયાકત અને અનુપમ ખેરનો જૂનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ... જાણો શું છે સત્ય....

Fact Check By: Frany Karia

Result: False