શું ખરેખર પોલીસે છોકરીઓની છેડતીના આરોપમાં ત્રણ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી…? જાણો શું છે સત્ય…

Communal False રાષ્ટ્રીય I National

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વીડિયો 37 સેકન્ડ લાંબો છે અને તેમાં પોલીસ દોરડાથી બાંધેલા ત્રણ આરોપીઓને પરેડ કરતી જોવા મળે છે અને તેમને લાકડીઓથી મારતી જોવા મળે છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસે છોકરીઓની છેડતી કરવાના આરોપમાં ત્રણ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે વાયરલ વીડિયોનો સ્કિનશોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યું કે, “આ વીડિયો 17 એપ્રિલના રોજ ‘ઉજ્જૈન સંચાર’ નામના ફેસબુક એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “ગુરૂવારે મોડી રાત્રે ધાનચા ભવન વિસ્તારમાં, 10-12 અજાણ્યા બદમાશોના જૂથે ઘરો પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી. આ ઘટના રાત્રે 1:00 વાગ્યાની આસપાસ બની, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો. પોલીસે મગનલાલના પુત્ર કિશન અહિરવાર (20), રમેશ સરોનિયાના પુત્ર વિકાસ સરોનિયા (25) અને રમેશ ચંદ્રના પુત્ર વિશાલ (20)ની ધરપકડ કરી.

આ માહિતીના આધારે કીવર્ડ સર્ચ કરવાથી અમને 17 એપ્રિલના રોજ દૈનિક ભાસ્કર વેબસાઇટ પર પ્રકાશિત થયેલા એક અહેવાલ પર લઈ જવામાં આવ્યા. આ અહેવાલમાં વાયરલ વીડિયોમાં જોવા મળતા દ્રશ્યો પણ દર્શાવવામાં આવ્યા હતા.

જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “16 એપ્રિલની મોડી રાત્રે, ઉજ્જૈનના ધંચા ભવન વિસ્તારમાં 10 થી 12 અજાણ્યા બદમાશોએ ઘરો પર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને વાહનોમાં તોડફોડ કરી. આ ઘટના રાત્રે 1 વાગ્યાની આસપાસ બની હતી. માહિતી મળતાં, પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. 17 એપ્રિલે, સવારે 5 વાગ્યાની આસપાસ, પોલીસે ત્રણ આરોપીઓને માર મારતા પકડી પાડ્યા. ધરપકડ કરાયેલા વ્યક્તિઓની ઓળખ કિશન અહિરવાર, વિકાસ સનોરિયા અને વિશાલ તરીકે થઈ હતી.

આ દરમિયાન, અમને નવભારત ટાઈમ્સ વેબસાઇટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. આ અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના એક કાર વોશિંગ સેન્ટરમાં બની હતી. ફરિયાદી, શેરાન અલી – જે MR-5 રોડ પર વોશિંગ સેન્ટર ચલાવે છે – એ બદમાશોની કાર ધોવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, બદમાશોએ શેરાનના ઘરની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી. બાદમાં, પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ, તેમણે CCTV ફૂટેજના આધારે પાંચ આરોપીઓમાંથી ત્રણ – કિશન અહિરવાર, વિકાસ સનોરિયા અને વિશાલ – ની ધરપકડ કરી અને તેમને તે જ વિસ્તારમાં ફેરવ્યા.

આ સંદર્ભમાં, અમને 17 એપ્રિલના રોજ ઇન્દોર અને ઉજ્જૈનમાં સેવા આપતા સ્થાનિક મીડિયા પોર્ટલ ‘જન પ્રકાશન’ ની યુટ્યુબ ચેનલ દ્વારા અપલોડ કરાયેલ એક વિડિઓ રિપોર્ટ મળ્યો. રિપોર્ટમાં જણાવાયું છે કે ઘટના પછી તરત જ, પોલીસે પાંચ આરોપીઓમાંથી ત્રણ – કિશન અહિરવાર, વિકાસ સનોરિયા અને વિશાલ – ની ધરપકડ કરી હતી જ્યારે અન્ય બે, ઋષિ મિશ્રા અને સાહિલ ગુર્જર હજુ પણ ફરાર છે.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, આ ઘટના મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બની હતી. ઉજ્જૈન પોલીસે બાફના પાર્ક કોલોની વિસ્તારમાં વાહનોમાં તોડફોડ કરવા બદલ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને તેમની પરેડ કરી રહ્યા હતા. ત્રણેય આરોપીઓમાંથી કોઈ મુસ્લિમ નથી.

Result Stamp

Title: શું ખરેખર પોલીસે છોકરીઓની છેડતીના આરોપમાં ત્રણ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી…? જાણો શું છે સત્ય…

Fact Check By: FRANY KARIA

Result: False

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *