
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભૂકંપના સીસીટીવીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સરકાર દ્વારા પેટ્રોલમાં પ્રતિ લીટરે ₹10 અને ડીઝલમાં પ્રતિ લીટરે ₹12.50નો વધારો કરવામાં આવ્યો પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો પરિપત્ર ફેક હોવાનું તેમજ સરકાર દ્વારા આ પ્રકારે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો તાજેતરમાં વધારો કરવામાં આવ્યો ન હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલી માહિતીને ગૂગલનો સહારો લઈ જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને આ જ માહિતી સાથેના સમાચાર ગુજરાત ફર્સ્ટ દ્વારા 30 એપ્રિલ, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, મિડલ ઈસ્ટની સ્થિતિના પગલે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થવાની અફવાઓ ફેલાઈ હતી. ફરી એક વખત દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો (Fuel Price Hike) થવાની ચાલી રહેલી અટકળો પર કેન્દ્ર સરકારે પૂર્ણવિરામ મૂક્યું છે.

ઉપરોક્ત આ જ માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા જે તમે અહીં જોઈ શકો છો. gujarati.opindia.com | bombaysamachar.com
અમારી વધુ તપાસમાં અમને દિવ્યભાસ્કર દ્વારા 2 મે, 2026ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ભારે પડી: પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ખોટી પોસ્ટ મૂકનાર AAP કાર્યકર રવિ કળથીયાની ધરપકડ.

PIB Fact Check દ્વારા પણ આ માહિતી અને વાયરલ પરિપત્ર ખોટા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો પરિપત્ર ફેક હોવાનું તેમજ સરકાર દ્વારા આ પ્રકારે પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો તાજેતરમાં વધારો કરવામાં આવ્યો ન હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ફોટો સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)


