ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાના વીડિયોને દિલ્હીના ઉત્તમ નગરમાં હોળી પર થયેલી હત્યા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય..

False રાજકીય I Political રાષ્ટ્રીય I National

દિલ્હીના ઉત્તમ નગરમાં હોળીની ઉજવણી દરમિયાન થયેલી અથડામણમાં મૃત્યુ પામેલા 26 વર્ષીય તરૂણ કુમારના મૃત્યુથી આ વિસ્તારમાં સાંપ્રદાયિક તણાવ ફેલાયો છે. પોલીસે આ કેસના સંદર્ભમાં 16 વ્યક્તિઓની ધરપકડ કરી છે.

આ ઘટના બાદ, લોકો ઉત્તમ નગર પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કરવા માટે એકઠા થયા હતા. હવે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, “હજારો લોકો તરૂણ માટે ન્યાય મેળવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને મુસ્લિમોના તહેવાર ઈદનો વિરોધ કરી રહ્યા છે.

INSTAGRAM | ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને એક ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર લઈ ગયું જ્યાં વાયરલ વીડિયો 26 સપ્ટેમ્બર 2025ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. કેપ્શન મુજબ, વીડિયો આસામના ગુવાહાટીમાં પ્રખ્યાત ગાયિક ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાનો વીડિયો છે. 

અમે સંબંધિત કીવર્ડ શોધ હાથ ધરી જે અમને ગુવાહાટી એરપોર્ટથી કાહિલીપરામાં તેમના ઘર સુધીની ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાના અન્ય વીડિયો તરફ દોરી ગઈ.

અમને ઇન્ડિયા ટાઇમ્સ દ્વારા 22 સપ્ટેમ્બર 2025 ના રોજ પ્રકાશિત થયેલ એક વીડિયો રિપોર્ટ મળ્યો. તેમાં વાયરલ ક્લિપ અને અન્ય ઘણા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ગુવાહાટીમાં હજારો લોકો ઝુબીન ગર્ગને વિદાય આપતા દર્શાવવામાં આવ્યા હતા.

નાગાલેન્ડના પર્યટન અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ટેમજેન ઈમ્ના અલંગે પણ ઝુબીન ગર્ગને શ્રદ્ધાંજલિ રૂપે વાયરલ ક્લિપ ધરાવતો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં કેપ્શન હતું: “પ્રેમનો સમુદ્ર, લાગણીઓનો સમુદ્ર. આસામની હૃદયસ્પર્શી ઝુબીન ગર્ગને અશ્રુભીની વિદાય આપવા માટે હજારો લોકો એકઠા થયા હતા. તમારો અવાજ હંમેશા અમારા હૃદયમાં ગુંજતો રહેશે.”

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, સપ્ટેમ્બર 202 ના આ વીડિયોમાં આસામી ગાયક ઝુબીન ગર્ગના મૃત્યુ પછી તેમને વિદાય આપવા માટે લોકો ભેગા થયા હતો તેનો છે. આ વીડિયોને હાલની દિલ્હીના ઉત્તમનગરની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી.

Result Stamp

Title: ઝુબીન ગર્ગની અંતિમ યાત્રાના વીડિયોને દિલ્હીના ઉત્તમ નગરમાં હોળી પર થયેલી હત્યા સાથે જોડીને શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય..

Fact Check By: FRANY KARIA

Result: False