પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો નહીં પરંતુ પીલીભત ટાઈગર રિઝર્વનો છે. ગીરના જંગલમાં કોઈ વાઘ નથી, ગીરમાં માત્ર સિંહ જ વસવાટ કરે છે.

હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એખ પિંજરા માંથી વાઘને છોડવામાં આવતો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાઘને છોડવાનો આ વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 11 સપ્ટેમ્બર 2025ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “વાઘને છોડવાનો આ વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને 27 મે 2025ની ઈન્સટાગ્રામ પોસ્ટ પ્રાપ્ત થઈ હતી. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પીલીભીત ટાઇગર રિઝર્વના મહોફ રેન્જમાં મીઠી છોડવામાં આવી.”
આ ક્લુના આધારે સર્ચ કરતા અમને ભાસ્કરનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પીલીભીત વાઘ અભયારણ્ય પ્રશાસને બે ગ્રામજનોને મારી નાખનાર વાઘણને જંગલમાં પાછી છોડી દીધી છે. સરકારની પરવાનગી મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. વાઘણએ 14 મેના રોજ સેહરામાઉ ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના નાઝીરગંજ ગામમાં ખેડૂત હંસરાજ પર હુમલો કર્યો હતો.”

તેમજ વધુ સર્ચ કરતા અમને અમરઉજાલાનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, “પુરણપુર વિસ્તારના ખિરકિયા બરગડિયા ગામની લોંગશ્રીના મૃત્યુના સંદર્ભમાં વિભાગે મંગળવારે વાઘને શોધવા માટે કેમેરા લગાવ્યા હતા. હરિપુર રેન્જર સાહીર ખાને જણાવ્યું હતું કે ઘટનાસ્થળની આસપાસ કેમેરા લગાવવામાં આવ્યા છે.”

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો જૂનાગઢના ગીરના જંગલનો નહીં પરંતુ પીલીભત ટાઈગર રિઝર્વનો છે. ગીરના જંગલમાં કોઈ વાઘ નથી, ગીરમાં માત્ર સિંહ જ વસવાટ કરે છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Title:શું ખરેખર જૂનાગઢના ગીરના જંગલમાં વાઘને છોડવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False


