
તાજેતરમાં સોશિયલ મીડિયા પર ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રિજમાં મૂકી દે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે?
એક ફેસબુક યુઝર દ્વારા 31 માર્ચ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ધ્યાનથી આખો વિડિયો જુઓ આ છે નવો રોગ મોબાઈલ ની ઘેલછા અને ધૂનમાં ભુલાતી જતી ભાન શાકના બદલે સંતાનને ફ્રીજમાં મૂકી દીધું. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એક મહિલા ફોન પર વાત કરતાં-કરતાં બાળકને ફ્રિજમાં મૂકી દે છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈ ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો Ideas Factory નામના એક ફેસબુક પેજ દ્વારા 6 એપ્રિલ, 2024 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આ સંપૂર્ણ વીડિયોને ધ્યાનથી જોયા બાદ વીડિયોની સાથે એવું લખાણ લખવામાં આવ્યું હતું કે, કૃપા કરીને ધ્યાન રાખો કે, આ પેજ પર સ્ક્રિપ્ટેડ નાટકો અને પેરોડી પણ ઉપલબ્ધ છે. આ ટૂંકી ફિલ્મો માત્ર મનોરંજન અને શૈક્ષણિક હેતુઓ માટે છે, આ વીડિયોમાંના પાત્રો મનોરંજન અને શૈક્ષણિક હેતુથી સંબંધિત છે.

Ideas Factory ના ફેસબુક પેજ પર અમને વાયરલ વીડિયો જેવા અન્ય વીડિયો પણ પ્રાપ્ત થયા હતા.
અ બધા વીડિયો જોયા બાદ અમને એ જાણવા મળ્યું કે, વાયરલ વીડિયોમાં પિતાની ભૂમિકા ભજવતો વ્યક્તિ આ પેજ પર ઉપલબ્ધ અન્ય ઘણા સ્ક્રિપ્ટેડ વીડિયોમાં અલગ-અલગ પાત્રો ભજવતો જોઈ શકાય છે.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ફોન પર વાત કરી રહેલી એક મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકી દેવાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક ઘટનાનો નહીં પરંતુ કાલ્પનિક રીતે લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો સ્ક્રિપ્ટેડ વીડિયો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ભ્રામક અને ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770)પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagramઅને Twitterપર Fact Crescendoને ફોલો કરો.)

Title:goes viral in the name of a real incidentજાણો મહિલા દ્વારા બળકને ફ્રિજમાં મૂકવાના વાયરલ વીડિયોનું શું છે સત્ય….
Written By: Vikas VyasResult: Misleading
