દિલ્હી વિધાનસભાનો આ વીડિયો નથી, એમસીડીની છે. સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો છે. તેમજ તોફાન કરી રહેલા તમામ કોર્પોરેટર છે. ધારાસભ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં લોકો એકબીજા પર આક્ષેપો અને તોફાન કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકો ખુરશી ઉછાડી તેમજ સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને રોકતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તોફાન કરી રહેલા આ તમામ દિલ્હી વિધાનસભાના સભ્યો છે તેમજ દિલ્હી વિધાનસભાનો આ વીડિયો છે.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
MJ TV LIVE નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 ફેબ્રુઆરી 2023ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “તોફાન કરી રહેલા આ તમામ દિલ્હી વિધાનસભાના સભ્યો છે તેમજ દિલ્હી વિધાનસભાનો આ વીડિયો છે.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને આ જ વીડિયો મની કંટ્રોલની વેબસાઈટ પર પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણીને લઈને દિલ્હી MCDમાં AAP અને BJP વચ્ચે લડાઈ.”
તેમજ વધુ સર્ચ કરતા અમને ધ ઇન્ડિયન એક્સપ્રેસની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ જ ઘટનાનો વીડિયો અલગ એંગલથી પ્રાપ્ત થયો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે, “દિલ્હી MCD હાઉસ: મેયર શેલી ઓબેરોયે કહ્યું કે છ સભ્યોની સ્થાયી સમિતિને ચૂંટવા માટે મતોની પુનઃગણતરી થશે નહીં તે પછી દિલ્હી MCD હાઉસ ખાતે BJP અને AAP કાઉન્સિલરો વચ્ચે શારીરિક લડાઈ થઈ. જેના પગલે ભાજપે મેયર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતાં ગૃહમાં હોબાળો મચ્યો હતો.”
તેમજ આ જ અંગે માહિતી આપતો અહેવાલ આજતક, એનડીટીવી, ઈન્ડિયા ટાઈમ્સ ભાસ્કર, સહિતના મીડિયા હાઉસ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, દિલ્હી વિધાનસભાનો આ વીડિયો નથી, એમસીડીની છે. સ્ટેન્ડિંગ કમિટિના સભ્યોની ચૂંટણી દરમિયાનનો આ વીડિયો છે. તેમજ તોફાન કરી રહેલા તમામ કોર્પોરેટર છે. ધારાસભ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:દિલ્હી એમસીડીનો વિડીયો દિલ્હી વિધાનસભાના નામે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: Partly False
