રાહુલ ગાંધીના અધૂરા વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

રાજકીય I Political રાષ્ટ્રીય I National

રાહુલ ગાંધી રાજસ્થાનના બાળકોના સંદર્ભમાં કહી રહ્યા છે. તેઓ પોતાની વાત કરી નથી રહ્યા તેમજ તેમના ભાષણ દરમિયાન તેમની જીભ ફસલી ગઈ હતી. જેમને તેમણે તરત જ સુધારી લીધી હતી.

રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, “पूरी दुनिया के साथ कम्युनिकेट कर सकता हूं मैं….पूरी दुनिया के साथ बातचीत कर सकता हूं। अगर जरूरत पड़ी तो अमेरिका में जाकर मैं हिंदुस्तान का झंडा उख….अअअअअ लहराऊंगा।” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “રાહુલ ગાંધી કહે છે કે, તેઓ અમેરિકામાં જઈને હિંદુસ્તાનનો ઝંડો ઉખેડી નાખશે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Chuntli Express – ચૂંટલી એક્સપ્રેસ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 31 ડિસેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “રાહુલ ગાંધી કહે છે કે, તેઓ અમેરિકામાં જઈને હિંદુસ્તાનનો ઝંડો ઉખેડી નાખશે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ઓરિજનલ વીડિયોને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને વાયરલ થઈ રહેલી ક્લિપનો ઓરિજનલ વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયો ‘ભારત જોડો’ યાત્રા દરમિયાન રાજસ્થાનના અલવરમાં રાહુલ ગાંધીના ભાષણનો છે. આ વીડિયો 19 ડિસેમ્બર 2022ના રોજ રાહુલ ગાંધીના ઓફિશિયલ યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો.

જે 1.30 કલાકના વીડિયોમાં 1 કલાક 9 મિનિટ બાદ રાહુલ ગાંધીની વાયરલ ક્લિપનો ભાગ પ્રાપ્ત થયો હતો. જેમાં તેઓ જણાવી રહ્યા છે કે, “हम चाहते हैं कि हिंदुस्तान के गरीब से गरीब किसान का बेटा एक दिन जाकर अमेरिका के युवाओं से कॉम्पिटीशन करे और उसी की भाषा में उसे हराए। ये हमारा दृष्टिकोण है। राजस्थान के हर बच्चे को अंग्रेजी का अवसर मिलना चाहिए। हर बच्चे को लगना चाहिए कि मैं हिंदी सीख सकता हूं, अपनी मातृभाषा सीख सकता हूं और पूरी दुनिया के साथ कम्युनिकेट कर सकता हूं और बातचीत कर सकता हूं। अगर मुझे जरूरत पड़ी तो मैं अमेरिका में जाकर हिंदुस्तान का झंडा….अअअअ…लहराऊंगा।” 

જે તમે નીચે સાંભળી શકો છો.

આમ ઉપરોક્ત વીડિયોને સાંભળ્યા બાદ સ્પષ્ટ થાય છે કે, રાહુલ ગાંધી રાજસ્થાનના બાળકોને અંગ્રેજી તેમજ માતૃભાષામાં શિક્ષણ આપવાની વાત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેની જીભમાં ફસલી ગઈ હતી, જેમને તેમણે તરત જ સુધારી લીધી હતી. 

વાયરલ વીડિયો અને ઓરિજનલ વીડિયો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયોમાં રાહુલ ગાંધી રાજસ્થાનના બાળકોના સંદર્ભમાં કહી રહ્યા છે. તેઓ પોતાની વાત કરી નથી રહ્યા તેમજ તેમના ભાષણ દરમિયાન તેમની જીભ ફસલી ગઈ હતી. જેમને તેમણે તરત જ સુધારી લીધી હતી. 
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Avatar

Title:રાહુલ ગાંધીના અધૂરા વિડિયોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: Missing Context