પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવક મંદબુદ્ધીનો યુવાન છે. બાળક ઉઠાવવા આવ્યો હોવાની વાત તદ્દન ખોટી છે.

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં બાળકના કિડનેપિંગને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાંથી મોટાભાગના મેસેજ ખોટો હોય છે અને નિર્દોષ લોકો તેનો ભોગ બનતા હોય છે. જે અનુસંધાને હાલમાં ફરી એક મેસેજ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્રના ધોરાજીને લઈ માહિતી આપવામાં આવી હતી. જેમાં એક યુવાનને લોકો બાળક ચોરી વિષે પુછી રહ્યા હોવાનું જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ધોરાજી માંથી બાળકો ઉઠાવતી ગેંગનો એક સભ્ય પકડાયો હતો. જેને પોલીસને સોંપવામાં આવ્યો.”
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
આપણી ઘર ની ધોરાજી નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 26 સપ્ટેમ્બર 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “ધોરાજી માંથી બાળકો ઉઠાવતી ગેંગનો એક સભ્ય પકડાયો હતો. જેને પોલીસને સોંપવામાં આવ્યો.”
Facebook | Fb post Archive | Fb video archive
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
પરંતુ આ વિડિયોને લઈ કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. ત્યારબાદ અમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. ત્યા હાજર મહિલા પીએસઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, “આ પ્રકારે કોઈ ફરિયાદ અમારા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથી નોંધાઈ નથી. આ વાત તદ્દન ખોટી છે.”
ત્યારબાદ અમે ધોરાજી સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી.ગોહિલનો સંપર્ક સાધ્યો હતો. તેમણે અમને જણાવ્યુ હતુ કે, “આ એક અફવા છે. તમે જે વિડિયોની વાત કરો છો. તે યુવાન પાસેના ગામ જામ કંડોરણાનો મંદબુદ્ધિનો યુવાન છે. જેની પૃષ્ટી કર્યા બાદ અમે તેમને ત્યા મુકી આવ્યા હતા. બાળક ઉઠાવવાની કોઈ ઘટના ધોરાજી શહેરમાં બનવા પામી નથી.”
થોડા દિવસ પહેલા પણ આ જ પ્રકારે સુરતના તળકેશ્વરમાં બાળક અપહરણની અફવા ફેલાઈ હતી. જેની પડતાલ પણ ફેક્ટક્રેસન્ડો ગુજરાતી દ્વારા કરવામાં આવી હતી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં જોવા મળતો યુવાન બાળક ચોર નથી. પરંતુ તે જામ કંડોરણાનો મંદબુદ્ધિનો યુવાન હોવાનું સામે આવ્યુ છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)

Title:ઘોરાજી માંથી બાળક ચોર કરવા આવેલા શખ્સ પકડાયો હોવાનો ભ્રામક મેસેજ વાયરલ…. જાણો શું છે સત્ય….
Fact Check By: Frany KariaResult: False
