શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે તાજેતરમાં થયેલા વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

Missing Context સામાજિક I Social

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મુંબઈમાં થયેલા વરસાદને કારણે દરિયામાં ઉછલી રહેલા મોજાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક અને અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં તોકતે વાવાઝોડાને કારણે મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછલી રહેલા મોજાનો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર અધૂરી અને ભ્રામક માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Paddhari updates નામના ફેસબુક પેજ દ્વારા 07 જુલાઈ, 2022 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, #Viral_Video મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દરિયો બન્યો તોફાની, દરિયામાં ત્રણ મીટર જેટલા મોજા ઉછળ્યા, તંત્ર દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે…. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં મુંબઈમાં ભારે વરસાદને કારણે દરિયામાં ઉંચા મોજા ઉછળ્યા તેનો આ વીડિયો છે.

Facebook Post | Archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોનો એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં અમને પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ વીડિયો DJWebSolutions નામના યુટ્યુબ પેજ દ્વારા 18 મે, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયો સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, તોકતે વાવાઝોડાને કારણે મુંબઈની તાજ હોટલ સામે દરિયામાં તોફાન સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા.

આવો જ એક વીડિયો ABC News તેમજ એક પત્રકાર દ્વારા પણ 17 મે, 2021 ના રોજ અફલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પણ મુંબઈની તાજ હોટલ અને ગેટ વે ઓફ ઈન્ડિયા ખાતે તોકતે વાવાઝોડાને કારણે ઉંચા મોજા ઉછળ્યા હોવાની માહિતી આપવામાં આ હતી.

ટીવી9 ગુજરાતી દ્વારા પણ એક વર્ષ પહેલાં મુંબઈ ખાતે તોકતે વાવાઝોડાને કારણે દરિયામાં ઉછળેલા મોજા અને વરસાદની માહિતી આપતા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મુંબઈમાં થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછળી રહેલા મોજાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ હાલનો નહીં પરંતુ વર્ષ 2021 માં તોકતે વાવાઝોડાને કારણે મુંબઈ ખાતે થયેલા ભારે વરસાદને કારણે દરિયામાં ઉછલી રહેલા મોજાનો છે.

Avatar

Title:શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મુંબઈ ખાતે તાજેતરમાં થયેલા વરસાદનો છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Vikas Vyas 

Result: Missing Context