મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

રથયાત્રા એ એક રંગીન ઉત્સવ છે, જે દેશના વિવિધ ભાગો માંથી તેમજ વિદેશથી પુરી સુધી લાખો ભક્તોને ખેંચે છે, દર વર્ષે જૂન-જુલાઈમાં યોજાય છે. એક વિશાળ ભીડને રથ ખેંચતી દર્શાવતો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના પુરીમાં જગન્નાથની રથયાત્રાના તાજેતરના દ્રશ્યો દર્શાવે છે.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, વર્ષ 2018ના મદુરાઈના ચિથિરાઈ ઉત્સવના વિડિયોને વર્ષ 2022ની જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો આ વિડિયોને વર્ષ 2022ની રથયાત્રા સાથે કોઈ સંબંધ નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Mahesh Bhai Jariwala નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 02 જૂલાઈ 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ઓરિસ્સાના પુરીમાં જગન્નાથની રથયાત્રાના તાજેતરના દ્રશ્યો દર્શાવે છે.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર સર્ચ કરતા અમને 2 મે 2018ના રોજ પોસ્ટ કરાયેલો આ વિડિયો યુટ્યુબ પર ઉપલબ્ધ જોવા મળ્યો. કૅપ્શન અને વર્ણનમાં દર્શાવેલ માહિતી અનુસાર, આ વિડિયો 2018ના મદુરાઈ ચિથિરાઈ તહેવારનો છે.

આ વિડિયો 11મા દિવસે કેપ્ચર કરવામાં આવ્યો હતો. કેપ્શન જણાવે છે, “મીનાચી ચિથિરાઈ થિરૂવિઝા 2018 દિવસ 11. (થેરોત્તમ.) મદુરાઈ માનવવાસમ.

આને ધ્યાનમાં રાખીને અમે યુટ્યુબ પર સર્ચ કરતા અમને એપ્રિલ 2018માં પોસ્ટ કરવામાં આવેલા સમાન વિઝ્યુઅલનો વિડિયો પ્રાપ્ત થયો હતો. વિડિયોના કેપ્શનમાં જણાવાયું છે, “મદુરાઈ ચિથિરાઈ થિરૂવિઝા 11મો દિવસ થેરોત્તમ 2018.” અમને જાણવા મળ્યું કે આ વિડિયોમાં જે રથ દેખાય છે તે વાયરલ વિડિયોમાં જે રથ દેખાય છે તે જ છે.

નીચે તમે વર્ષ 2018માં મદુરાઈ ચિથિરાઈ તહેવાર દર્શાવતા વાયરલ વિડિયો અને યુટ્યુબના વિડિયો વચ્ચેની સમાનતા બતાવવા માટે તુલનાત્મક ફોટો જોઈ શકો છો.

દૂરદર્શન નેશનલે 1 જુલાઈ 2022ના રોજ તેમની યુટ્યુબ ચેનલ પર પુરી જગન્નાથ યાત્રાનું લાઈવ પ્રસારણ કર્યું. કેપ્શનમાં જણાવ્યુ હતુ કે, “LIVE from Puri #RathYatra of #LordJagannath 2022 | વાર્ષિક કાર ફેસ્ટિવલ” 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, વર્ષ 2018ના મદુરાઈના ચિથિરાઈ ઉત્સવના વિડિયોને વર્ષ 2022ની જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો આ વિડિયોને વર્ષ 2022ની રથયાત્રા સાથે કોઈ સંબંધ નથી.

Avatar

Title:મદુરાયના ચિથિરાઈ ઉત્સવના વિડિયો જગન્નાથ પુરીની રથયાત્રાના નામે વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સત્ય….

Fact Check By: Frany Karia 

Result: False