
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અભિનેતા ફિરોઝ ખાનના નામે અભિનેતા અમિતાભ બચ્ચનની પત્ની જયા બચ્ચન વિશે કરવામાં આવેલી એક ટ્વિટ વાયરલ થઈ રહી છે જેમાં એવું લખવામાં આવ્યું છે કે, અમિતાભ બચ્ચને છેલ્લા 50 વર્ષમાં જે સમ્માન બનાવ્યું હતું તેની નટગુલ્લી પત્નીએ તે સન્માન બગાડ્યું છે. આ લખાણ સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા ફિરોઝ ખાન દ્વારા આ ટ્વિટ કરવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં અભિનેતા મુકેશ ખન્ના દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું ફિરોઝ ખાન તેમજ તેના દીકરા જિબ્રાન ખાન દ્વારા જણાવવામાં આવ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી વાયરલ કરવામાં આવી રહી છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
All news નામના ફેસબુક પેજ દ્વારા 23 ડિસેમ્બર, 2021 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, જ્યા બચ્ચનના બયાન પર શું બોલ્યા ફિરોજ ખાન… જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા ફિરોઝ ખાન દ્વારા એવું ટ્વિટ કરવામાં આવ્યું કે, અમિતાભ બચ્ચને છેલ્લા 50 વર્ષમાં જે સમ્માન બનાવ્યું હતું તેની નટગુલ્લી પત્નીએ તે સન્માન બગાડ્યું છે.

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર અભિનેતા ફિરોઝ ખાન દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું છે કે કેમ? એ જાણવા માટે સૌપ્રથમ ગુગલનો સહારો લઈને જુદા-જુદા કીવર્ડથી સર્ચ કરતાં અમને ક્યાંય પણ અભિનેતા ફિરોઝ ખાન દ્વારા આ પ્રકારનું ટ્વિટ કરવામાં આવ્યું હોય એવા કોઈ જ સમાચાર કે માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
અમારી વધુ તપાસમાં અમને ફિરોઝ ખાનના જે ટ્વિટર પરથી ટ્વિટ કરવામાં આવ્યું હતું એ પ્રાપ્ત થયું હતું. પરંતુ આ ટ્વિટર એકાઉન્ટને હાલમાં બંધ કરી દેવામાં આવ્યું છે.


ત્યાર બાદ અમારી વધુ તપાસમાં અમને ફિરોઝ ખાનના દીકરા જિબ્રાન ખાન દ્વારા 23 ડિસેમ્બર, 2021 ના રોજ કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં સોશિયલ મીડિયા પર તેમના પિતાના નામે વાયરલ થઈ રહેલી ટ્વિટ તેમના પિતાના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

અમારી વધુ તપાસમાં અમને આ દાવાનું ખંડન કરતો એક વીડિયો ફિરોઝ ખાન દ્વારા જ તેમના ઓરિજીનલ ટ્વિટર એકાઉન્ટ પર 23 ડિસેમ્બર, 2021 ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
વધુમાં ન્યૂઝ 24 દ્વારા પણ તેના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવા અંગેના સમાચાર 23 ડિસેમ્બર, 2021 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં અભિનેતા ફિરોઝ ખાન દ્વારા જે ટ્વિટ કરવામાં આવ્યું છે એ તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી નહીં પરંતુ ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી કરવામાં આવ્યું છે એવું ફિરોઝ ખાન તેમજ તેમના દીકરા જિબ્રાન ખાને જણાવ્યું હતું.

Title:અભિનેતા ફિરોઝ ખાનના ફેક ટ્વિટર એકાઉન્ટ પરથી અભિનેત્રી જયા બચ્ચન વિશે કરવામાં આવેલી ટ્વિટ થઈ વાયરલ…
Fact Check By: Vikas VyasResult: False
