યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

False રાજકીય I Political

યોગી આદિત્યનાથે ગત 2 ઓક્ટોબરના રોજ હાથરસના કૌભાંડને લઈને તેમના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું હતું અને આ મામલે તેમનું મૌન તોડ્યુ હતું, જેના પછી સોશિયલ મિડિયા પર તેમનું કથિત વિવાદિત નિવેદન વાયરલ થઈ રહ્યુ છે, જેમાં આજતક સમાચારોનો સ્ક્રિનશોટ જેવું દેખાતું એક પોસ્ટર શેર કરવામાં આવી રહ્યું છે, સ્ક્રિનશોટમાં આજ તક સાઇન હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસ્વીર જોઈ શકે છે. અને ફોટોની ડાબી બાજુએ લખેલું છે,

ठाकुरों का खून गर्म है, ठाकुरों से गलतियां हो जाती है: योगी। 

પરંતુ અમારી પડતાલમાં આ સ્ક્રિનશોટ ખોટો સાબિત થાય છે. વધુ જાણકારી માટે અમારી પડતાલનો આ અહેવાલ વાંચો.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

ગુજરતી ફેસબુક યુઝર દિનેશ પટેલ દ્વારા પણ આ સ્ક્રિન શોટ તારીખ 3 ઓક્ટોબર 2020ના શેર કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યુ હતુ કે, “બળાત્કારીઓના બચાવ કાર્યમાં પોતાનું સમર્થન આપતા રૅપ સ્ટેટના સીએમ” આમ આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “યોગી આદિત્યનાથ દ્વારા નિવેદન આપવામાં આવ્યુ હતુ કે, ઠાકુરોનું લોહી ગરમ હોય છે. જેથી તેનાથી ભૂલો થઈ જાય છે.

FACEBOOK | FB POST ARCHIVE

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. અમે ગૂગલ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા આ પ્રકારે કોઈ નિવેદન આપવામાં આવ્યુ છે કે નહિં તે સર્ચ કરતા અમને કોઈ પરિણામો પ્રાપ્ત થયા ન હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે હાથરસ કૌભાંડ અંગે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક નિવેદન આપવામાં આપ્યુ હતું, પરંતુ તે વાયરલ દાવાથી સંપૂર્ણપણે જુદું હતું, પોતાની ટ્વિટમાં તેણે લખ્યું છે કે,

उत्तर प्रदेश में माताओं-बहनों के सम्मान-स्वाभिमान को क्षति पहुंचाने का विचार मात्र रखने वालों का समूल नाश सुनिश्चित है। इन्हें ऐसा दंड मिलेगा जो भविष्य में उदाहरण प्रस्तुत करेगा। आपकी यू.पी सरकार प्रत्येक माता-बहन की सुरक्षा व विकास हेतु संकल्पबद्ध है। यह हमारा संकल्प है-वचन है।

યોગી આદિત્યનાથનું આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

આજતકના ન્યુઝ ડિરેક્ટર રાહુલ કંવલ દ્વારા આજતકની કથિત ન્યૂઝ સ્ક્રીન પ્લેટ વિશે એક ટ્વીટ કર્યુ હતુ અને વાયરલ થઈ રહેલા સ્ક્રિન શોટને ફર્જી અને ખોટો ગણાવ્યો હતો. રાહુલનું આ ટ્વિટ તમે નીચે જોઈ શકો છો. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. આજતકના ન્યુઝ ડાયરેક્ટર રાહુલ કંવલ દ્વારા તેનો ખોટો સાબિત કરવામાં આવ્યો છે. 

Avatar

Title:યોગી આદિત્યનાથના નામે ફર્જી નિવેદન વાયરલ થઈ રહ્યુ…જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: False