શું ખરેખર હાથી સૂંઢ પર સિંહણના બચ્ચાના બેસાડી રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે…? જાણો શું છે સત્ય….

False આંતરરાષ્ટ્રીય I International સામાજિક I Social

હાલમાં એક ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે કે, હાથી અને સિંહણ રસ્તા પર ચાલી રહ્યા છે અને હાથીની સૂંઢ પર સિંહણનું બચ્ચુ જોવા મળી રહ્યુ છે. આ ફોટોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહણના બચ્ચાને તડકામાં ચાલવામાં તકલીફ પડી રહી હોવાથી હાથી દ્વારા તેને સૂંઢમાં બેસાડી લેવામાં આવ્યો.

ફેક્ટ ક્રેસન્ડોની ફેક્ટ હેલ્પલાઈન(9049053770) પર એક યુઝર દ્વારા આ મેસેજ મોકલી અને સત્યતા તપાસવા વિંનતી કરવામાં આવી હતી. તેથી અમે આ અંગે સંસોધન હાથ ધર્યુ હતુ.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ખોટો છે. આ વાયરલ ફોટો ફોટોશોપ દ્વારા બે અલગ અલગ ફોટોને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. એપ્રિલ ફૂલ ડે નિમિત્તે કરવામાં આવેલી મજાકને લોકો દ્વારા સાચી માનવામાં આવે છે.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Dipak Madlani નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 18 જૂન 2021ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “સિંહણના બચ્ચાને તડકામાં ચાલવામાં તકલીફ પડી રહી હોવાથી હાથી દ્વારા તેને સૂંઢમાં બેસાડી લેવામાં આવ્યો.”

Facebook | Fb post Archive 

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ઉપરોક્ત પરિણામો પરથી અમને જાણવા મળ્યુ કે, આ ફોટો વર્ષ 2018થી સોશિયલ મિડિયા પર ઉપલબ્ધ છે. સૌપ્રથમ આ ફોટો દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક દ્વારા શેર કરવામાં આવ્યો હતો.

1 એપ્રિલ, 2018 ના રોજ એપ્રિલ ફૂલે પાર્કના ઓફિશિયલ ટવિટર હેન્ડલ પરથી આ ફોટો શેર કર્યો હતો કે, એક સિંહણ તેના બચ્ચા સાથે ચાલતી વખતે કંટાળી ગઈ હતી. એક હાથીએ તેને જોયો અને તેને મદદ કરવાનો નિર્ણય કર્યો. નજીક આવતાં હાથીએ તે સિંહણના બચ્ચાને તેની સૂંઢ પર બેસાડી અને ચાલવા લાગ્યો.

Archive

ઉપરોક્ત ટ્વિટના અંતે ” Sloof Lirpa” લખેલું છે. આ “એપ્રિલ ફૂલ્સ”ની ઉંધી સ્પેલિંગ છે. એટલે કે ક્રુગર નેશનલ પાર્ક દ્વારા એપ્રિલ ફૂલ ડે પર આ ફોટો ફક્ત મનોરંજન માટે શેર કરવામાં આવ્યો છે. ત્યારથી, ઘણા લોકો દ્વારા આ ફોટો સાચો માનવામાં આવે છે. 

હાથીનો ફોટો અને સિંહણના બચ્ચાનો ફોટો બંને અલગ છે. આ ફોટો ફોટોશોપની સહાયથી બનાવવામાં આવ્યો હતો. નીચે બંને ઓરિજનલ ફોટા છે. તેનો ઉપયોગ કરી અને ફોટો બનાવવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ થાય છે.

હાથીનો ઓરિજનલ ફોટો વર્ષ 2005માં ક્રુગર નેશનલ પાર્કમાં લેવામાં આવ્યો હતો. જ્યારે સિંહણના બચ્ચાનો ફોટો ઓસ્ટ્રેલિયાના વેરીબી ઓપન રેંજ ઝૂનો છે. સિંહણના બચ્ચાના મિરર ઈમેજનો ઉપયોગ કરી ફેરવીને હાથીની સૂંઢમાં મૂકાયો હતો.

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ખોટો છે. આ વાયરલ ફોટો ફોટોશોપ દ્વારા બે અલગ અલગ ફોટોને એડિટ કરીને બનાવવામાં આવ્યો છે. એપ્રિલ ફૂલ ડે નિમિત્તે કરવામાં આવેલી મજાકને લોકો દ્વારા સાચી માનવામાં આવે છે.

Avatar

Title:શું ખરેખર હાથી સૂંઢ પર સિંહણના બચ્ચાના બેસાડી રસ્તો ક્રોસ કરાવી રહ્યો છે…?

Fact Check By: Yogesh Karia 

Result: False