શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

False રાષ્ટ્રીય I National સામાજિક I Social

Gaurav Shah નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 8 સપ્ટેમ્બર 2019ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. So this was expected from so called believers and followers. What kind of #faith is this ??? It’s @Sabarmati riverfront of Ahmedabad…People were not allowed to pollute the river so they left Ganpati Idol on footpath” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 14 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. 5 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 14 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો ગણેશ વિસર્જન બાદનો અમાદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનો છે. 

FACEBOOK | ARCHIVE

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌ-પ્રથમ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોનો સ્ક્રિન શોટ લઈ અને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને પોસ્ટમાં શેર કરવામાં આવેલા વિડિયો અંગેની કોઈ માહિતી પ્રાપ્ત થઈ ન હતી. તેથી અમે જૂદા-જૂદા કી-વર્ડ સાથે સર્ચ કરતા અમને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા 10 ઓગસ્ટના કરાવામાં આવેલા ટ્વીટ પ્રાપ્ત થયા હતા. જેમાં પોસ્ટની સાથે મળતા વિડિયો અને ફોટો પણ શેર કરવામાં આવ્યા હતા. જેમાં જણાવ્યુ હતુ કે, અમદાવાદમાં દશામાના વ્રત બાદ લોકો મુર્તી સાબરમતી નદીમાં ન પધરાવી રિવરફ્રન્ટની ફૂટપાથ પર મુકી હતી. જે ટ્વીટ તમે નીચે જોઈ શકો છો. 

ARCHIVE

ARCHIVE

ARCHIVE

ત્યારબાદ અમે અમારી પડતાલને આગળ વધારી હતી અને ગૂગલ પર “દશામા ના વ્રત બાદ સાબરમતી રિવરફ્રન્ટ” લખતા અમને નીચે મુજબના પરિણામો પ્રાપ્ત થયા હતા. 

ARCHIVE

ઉપરોક્ત પરિણામો પરથી અમને જૂદા-જૂદા મિડિયા હાઉસ દ્વારા દશામા ના બીજા દિવસે પ્રસારિત કરવામાં આવેલા અહેવાલ પ્રાપ્ત થયા હતા. જેમાં વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણેના જ દ્રશ્યો જોવા મળ્યા હતા. જે તમે નીચે જોઈ શકો છો. 

ZEE 24KALAK | ARCHIVE

SANDESH NEWS | ARCHIVE

ABP ASMITA | ARCHIVE

ARCHIVE

ત્યારબાદ અમારી પડતાલને મજબુત કરવા અમે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, લોકોને ગેરમાર્ગે દોરવા ખોટા મેસેજ અને વિડિયો સોશિયલ મિડિયામાં  વાયરલ થઈ રહ્યા છે. ત્યારે લોકોને અપીલ છે કે આ પ્રકારના ખોટા મેસેજથી દૂર રહે.

ત્યારબાદ અમે અમદાવાદના મેયર બિજલબેન પટેલ જોડે વાત કરી હતી. તેમણે અમને જણાવ્યુ હતુ કે, લોકોમાં ભ્રામક્તા ફેલાવવા સોશિયલ મિડિયાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મિડિયાનો સદુપયોગ કરવો જોઈએ આ પ્રકારે ખોટા મેસેજ વાયરલ કરી લોકોમાં ભ્રામક્તા ન ફેલાવવી જોઈએ.

આમ, ઉપરોક્ત પડતાલ પરથી સાબિત થાય છે કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો ગણપતિ વિસર્જનનો નહીં પરંતુ દશામાના વ્રતબાદ લોકોએ રિવરફ્રન્ટ પર દશામાની મુર્તિ મુકી હતી ત્યારનો વિડિયો છે. 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં શેર કરવામાં આવેલો વિડિયો ગણપતિ વિસર્જનનો નહીં પરંતુ દશામાના વ્રતબાદ લોકોએ રિવરફ્રન્ટ પર દશામાની મુર્તિ મુકી હતી ત્યારનો વિડિયો છે. 

Avatar

Title:શું ખરેખર ગણેશ વિસર્જન બાદનો અમદાવાદ રિવરફ્રન્ટનો આ નજારો છે….? જાણો શું છે સત્ય…

Fact Check By: Yogesh Karia 

Result: False