
હાલ સોશિયલ મિડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમના હાથમાં એક ફાઈલ જોવા મળી રહી છે. જે ફાઈલ પર લખવામાં આવ્યુ છે કે, જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જે ફાઈલ છે તે આ જ ફાઈલ છે.”
ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીના હાથમાં રહેલી ફાઈલમાં આ પ્રકારે કાંઈ નથી લખવામાં આવ્યુ, ફોટો સાથે છેડછાડ કરી અને તેમાં જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021 લખવામાં આવ્યુ છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
शरद गजेरा નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 29 ડિસેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “મોદી સરકાર નવો કાયદો લાવી રહી છે જન સંખ્યા નિયંત્રણ કાયદો 2021 અને તેમના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં જે ફાઈલ છે તે આ જ ફાઈલ છે.”

FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે મોદી સરકાર આ પ્રકારે કોઈ કાનૂન લાવી રહી છે કે કેમ તે તપાસ શરૂ કરી હતી. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ભાજપાના ઘણા નેતા આ પ્રકારનો કાયદો લાવવો જોઈએ તે રહી ચુક્યા છે પરંતુ ભાજપા સરકાર દ્વારા આ પ્રકારે કોઈ કાયદો હાલમાં લાવવામાં નથી આવ્યો.
તેમજ વધૂ સર્ચમાં અમને નવભારત ટાઈમ્સનો 12 ડિસેમ્બર 2020નો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે, “કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં એક હલફનામી આપી જણાવ્યુ હતુ કે, સરકાર દેશના લોકો પર જબરદસ્તી પરિવાર નિયોજન થોપવા નથી માંગતી.”
ત્યારબાદ અમે પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટોને ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
ઉપરોક્ત પરિણામો પરથી અમને નરેન્દ્ર મોદીના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર ઓરિજનલ ફોટો પ્રાપ્ત થયો હતો. 26 ડિસેમ્બર 2020ના અપલોડ કરેલા આ ફોટોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જણાવી રહ્યા છે કે, “આજે જમ્મુ-કશ્મિરના મારા ભાઈ-બહેનો સાથે પ્રોગ્રામમાં જતા સમયની તસ્વીર.” આ ફોટોને તમે નીચે જોઈ શકો છો. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં રહેલી ડાયરીમાં ક્યાંય પણ લખેલુ જોવા મળતુ નથી.
તેમજ ઓરિજનલ અને ફેક ફોટો વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.

પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા ફોટોમાં નરેન્દ્ર મોદીના હાથમાં રહેલી ફાઈલમાં આ પ્રકારે કાંઈ નથી લખવામાં આવ્યુ, ફોટો સાથે છેડછાડ કરી અને તેમાં જન સંખ્યા નિયંત્રણ કાનૂન 2021 લખવામાં આવ્યુ છે.

Title:શું ખરેખર નરેન્દ્ર મોદીના હાથ જન સંખ્યા નિયત્રંણની ફાઈલ છે…?
Fact Check By: Yogesh KariaResult: Satire
