શું ખરેખર નિતિન પટેલ દ્વારા હાર્દિકના ભાજપામાં જોડાયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ છે…? જાણો શું છે સત્ય….

Missing Context રાજકીય I Political રાષ્ટ્રીય I National

પાટીદાર અનામત આંદોલનથી ઉભરી આવેલા યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા થોડા સમય પહેલા કોંગ્રેસનો હાથ છોડી અને ભાજપા જોઈન કરવામાં આવ્યુ છે. ત્યારે સોશિયલ મિડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. 

આ પૃષ્ટભૂમિ પર એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાના નેતા અને પૂર્વ ડેપ્યુટી સીએમ નિતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ ને સંબોધતા કહે છે. કે, “હાર્દિક જેવા મુર્ખા મેં જોયા નથી, હજુ એ નાનો છે એટલે હું તેને કહેતો નથી.” આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાર્દિક પટેલના ભાજપામાં જોડાયા બાદ નિતિન પટેલ દ્વારા તેના વિરૂધ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નિતિન પટેલની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. હાલમાં નિતિન પટેલ દ્વારા આ પ્રકારે કોઈ પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી નથી.

શું દાવો કરવામાં આવી રહ્યો છે.?

Savliya Sarkar નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 03 જૂન 2022ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “હાર્દિક પટેલના ભાજપામાં જોડાયા બાદ નિતિન પટેલ દ્વારા તેના વિરૂધ્ધમાં આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી.”

Facebook | Fb post Archive | Fb video archive

FACT CHECK

ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. 

સૌપ્રથમ અમે ગૂગલ પર જૂદા-જૂદા કીવર્ડ સાથે સર્ચ કરતા અમને આ જ પ્રેસ કોન્ફરન્સ નો વિડિયો 5 વર્ષ પહેલા દેશગુજરાતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પ્રાપ્ત થયો હતો. 

આ વિડિયો 22 નવેમ્બર 2017ના અપલોડ કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “હાર્દિક પટેલની નિંદા કરતી વખતે નીતિન પટેલ વાસ્તવિક પટેલની જેમ બોલે છે. હાર્દિક અને કોંગ્રેસે પટેલ સમુદાયને અનામતના નામ પર બેવકૂફ બનાવ્યાં છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે એક મૂર્ખે દરખાસ્ત આપી અને બીજા મૂર્ખે માની લીધી છે અને હવે અન્યોને મૂર્ખ કહે છે.

તેમજ ગુજરાતના મિડિયા હાઉસ ચિત્રલેખા અને ખબરછે.કોમ દ્વારા પણ આ અંગે વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને માહિતી આપવામાં આવી હતી કે, “હાર્દિક પટલે કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલી અનામત ફોર્મ્યુલાનો સ્વીકાર કર્યા બાદ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાર્દિક અને કોંગ્રેસને આડે હાથે લીધા હતા. નીતિન પટેલે કહ્યું કે બંધારણમાં ક્યાંય પણ અનામતને 49 ટકા કરતા વધારે અનામત આપવાનું લખાયું નથી. સુપ્રિમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચૂકાદા પ્રમાણે હવે વધુ અનામત આપી શકાય નહી. હાર્દિક પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરે. હાર્દિક હવામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ સાથે હાર્દિકનું મેળાપીપણું છે. હાર્દિક કોંગ્રેસની સ્ક્રીપ્ટ વાંચી રહ્યો છે.

ARCHIVE | ARCHIVE 

પરિણામ

આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો નિતિન પટેલની પ્રેસ કોન્ફરન્સનો વિડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2017નો છે. હાલમાં નિતિન પટેલ દ્વારા આ પ્રકારે કોઈ પ્રેસકોન્ફરન્સ કરવામાં આવી નથી.

Avatar

Title:શું ખરેખર નિતિન પટેલ દ્વારા હાર્દિકના ભાજપામાં જોડાયા બાદ કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ છે…? જાણો શું છે સત્ય….

Fact Check By: Yogesh Karia 

Result: Missing Context