
Vinod Raval નામના ફેસબુક યુઝર દ્વારા 17 ઓક્ટોમ્બર,2019 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, 1000 ની નોટ દિવાળી ની બોનશ માટે આવી ગઈ છે. આ પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, 1000 રૂપિયાની નવી નોટ આવી ગઈ છે. આ પોસ્ટને 39 લોકો દ્વારા લાઈક કરવામાં આવી હતી. એક વ્યક્તિએ પોતાનો મત રજૂ કર્યો હતો. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલી આ પોસ્ટનું સત્ય જાણવું જરૂરી હોવાથી અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Post | Archive | Video Archive
સંશોધન
પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ શું ખરેખર રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી છે કે કેમ? એ જાણવા માટે અમે સૌપ્રથમ ગુગલનો સહારો લઈ 1000 ની નવી નોટ સર્ચ કરતાં મળેલા પરિણામો પરથી અમને gujarati.news18.com દ્વારા 16 માર્ચ, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં પણ 1000, 350 અને 5 રૂપિયાની નવી નોટના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા એ માહિતી ખોટી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ સંપૂર્ણ સમાચાર તમે નીચે જોઈ શકો છો.

અમારી વધુ તપાસમાં અમને એ જાણવા મળ્યું હતું કે, નોટબંધી થયા બાદ 1000 રૂપિયાની નવી નોટના જુદા જુદા ફોટો વર્ષ 2017 તી સોશિયલ મીડિયા પર ફરી રહ્યા હતા. જેને પરિણામે આ માહિતી ખોટી હોવાની માહિતી આપતું એક ટ્વિટ તે સમયના રિઝર્વ બેન્કના ગવર્નર શશિકાન્તા દાસ દ્વારા 21 ફેબ્રુઆરી, 2017 ના રોજ કરવામાં આવી હતી. જે તમે નીચે જોઈ શકો છો.
અમારી વધુ તપાસમાં આ માહિતીની સત્યતા તપાસવા માટે અમે RBI ની સત્તાવાર વેબસાઈટ પર પણ આ અંગેની માહિતી શોધવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યાં પણ અમને સરકાર દ્વારા 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હોવાની કોઈ જ માહિતી પ્રાપ્ત થઈ ન હતી.
ત્યાર બાદ પોસ્ટમાં મૂકવામાં આવેલી 1000 ની નોટને ધ્યાનથી જોતાં અમને એ માલૂમ પડ્યું હતું કે, આ નોટ પર વર્ષ 2017 લખેલું છે તેમજ ગવર્નરની સહીની જગ્યાએ મહાત્મા ગાંધીની સહી જોવા મળે છે. વધુમાં નોટ પર સ્પષ્ટ એવું લખેલું જોઈ શકાય છે કે, Artistic Imagination એટલે કે આ એક કલ્પના માત્ર છે. જે તમે નીચે જોઈ શકો છો.

અમારી તપાસને વધુ મજબૂત બનાવવા માટે અમે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ફરજ પરના અધિકારી સાથે અંગે વાત કરતાં તેઓએ અમને જણાવ્યું હતું કે, “રિઝર્વ બેન્ક દ્વારા આ પ્રકારે હાલમાં 1000 ની નવી નોટ બહાર પાડવામાં નથી આવી. સોશિયલ મીડિયા પર ઘણા સમયથી જુદા જુદા ફોટો સાથે આવી માહિતી વાયરલ થઈ રહી છે. જે તદ્દન ખોટી છે.”
ઉપરોક્ત તમામ સંશોધન પરથી એ સ્પષ્ટ સાબિત થાય છે કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી નોટ એક કલ્પના માત્ર છે. આ પ્રકારની 1000 રૂપિયાની નોટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં બહાર પાડવામાં નથી આવી.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરની પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલી નોટ એક કલ્પના માત્ર છે. આ પ્રકારની 1000 રૂપિયાની નોટ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા હાલમાં બહાર પાડવામાં નથી આવી.
છબીઓ સૌજન્ય : ગુગલ

Title:શું ખરેખર 1000 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી…? જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
