
તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2015 માં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કેનેડાના ઓટાવા શહેરમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાત હતી તેનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
Ketan Bhatt નામના ફેસબુક યુઝર દ્વારા 6 ડિસેમ્બર, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ખેડૂતો ની વેદના ઉજાગર કરવા માટે કેનેડા ના વડાપ્રધાન શ્રી.. Uno ના પ઼વકતાશ્રી તેમજ બિ઼ટન ના સાંસદો નો દિલ થી આભાર.. આપણા મત થી ચુંટાઈ ને ગયેલા દેશ ના સરપંચ થી લય તાલુકા પંચાયતના સભ્યો જીલ્લા પંચાયત ના સભ્યો તેમજ ધારાસભ્યો અને સાંસદો ને એમના ભેદી મૌન બાબત પણ ધન્યવાદ.. ભગવાન હરહમેશ આપને મૌન રાખે એજ પા઼થના.. જય કિસાન. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનને કેનેડાના વડાપ્રધાન દ્વારા સમર્થન આપવામાં આવ્યું તેનો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં અમને હિન્દુસ્તાન ટાઈમ્સ દ્વારા પોસ્ટમાં મૂકવામાં આવેલો આજ ફોટો 24 નવેમ્બર, 2015 ના રોજ પ્રસારિત કરવામાં આવેલા એક સમાચારમાં પ્રાપ્ત થયો હતો. જેની સાથે એવી માહિતી આપવામાં આવી હતી કે, દિવાળી અને બાંદી છોર દિવસ પર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મંદિર અને કેનેડાના ઓટાવા શહેરમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી.
આજ માહિતી અને ફોટો સાથેના અન્ય સમાચાર nst.com.my દ્વારા પણ પ્રસારિત કરવામાં આવ્યા હતા.
અમારી વધુ તપાસમાં અમને Ottawa Citizen નામની એક સત્તાવાર યુટ્યુબ ચેનલ પરનો વીડિયો પ્રાપ્ત થયો હતો. આ વીડિયોમાં 0.14 સેકન્ડ પર તમે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને એક ગુરુદ્વારામાં બેઠેલા જોઈ શકો છો. વીડિયોમાં દેખાઈ રહેલા આજ દ્રશ્યનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો 28 ફેબ્રુઆરી, 2018 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યો હોવાની માહિતી તમે વીડિયોની નીચે જ જોઈ શકો છો.
વધુમાં અમને 11 નવેમ્બર, 2015 ના રોજ કેનેડાના વડાપ્રધાન ટ્રુડોના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર કરવામાં આવેલી એક ટ્વિટ પ્રાપ્ત થઈ હતી. જેમાં તેઓએ લખ્યું હતું કે, “સોફી અને હું પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે ઉજવણી કરનારા બધાને દિવાળી અને બાંદી છોર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.”
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો વર્ષ 2015 માં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા બાંદી છોર દિવસ પર ઓટાવા શહેરમાં આવેલા ગુરુદ્વારાની મુલાકાત લેવામાં આવી હતી તેનો છે. જેને હાલમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલન સાથે કોઈ સંબંધ નથી.

Title:કેનેડાના વડાપ્રધાનનો વર્ષ 2015 નો ફોટો હાલના કિસાન આંદોનલના નામે વાયરલ… જાણો શું છે સત્ય….
Fact Check By: Vikas VyasResult: False
